જામનગરમાં અશ્વનું અગ્યારમું : મોક્ષમંત્ર સાથે અંતિમયાત્રા નિકળી, દફનવીધી કરાઈ જુવો VIDEO

0
6590

જામનગરમાં અશ્વનું અગ્યારમું : ઉતરક્રિયા કરી દાળો કરાયો

  • જામનગરમાં અશ્વપ્રેમીનો અનોખો પ્રેમ : શાસ્ત્રો મુજબ અંતિમક્રિયા કરવામાં આવી
  • હિન્દુ શાસ્ત્ર મુજબ દફ્ન વીધી કર્યા બાદ અશ્વનું અગ્યારમું કરાયું : નવસોથી વધુ બાળકોને બટુક ભોજન કરાવાયું
  • અશ્વપાછળ અગ્યાર દિવસ સુધી પરિવારે દરરોજ દફન સ્થળ ઉપર ફૂલહાર, ગાયોને ધાસચારો કરી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી
  • લક્ષ્મી નામની અશ્વ પાછળ પરીવાર સહિત આજુબાજુના ૭૦ થી વધુ પાડોશીએ પાંચમ રહી સદગતીની પાર્થના કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જુલાઇ ૨૩ આજની એકવીસમી સદીમાં લોકો પોતાના માતા પીતા કે સ્વજનોને પણ તરછોડી દેતા હોય તેવા અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં જામનગર શહેરમાં અશ્વપ્રેમીનો જાનવર પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. જેમાં પોતાના વહાલસોયા અશ્વની મનુષ્ય માફક અંતિમયાત્રા કાઢી દફન વીધી કરી અગ્યારમું કરી શોક પાળ્યો હતો.

જામનગર રામેશ્વરનગર વિનાયક પાર્કમાં રહેતા અને દ્રાવેલ્સનો વ્યવસાય કરતા મહાવીરસિંહ રાણાના ઘરે ”લક્ષ્મી” અને ”રાધા” નામની (ઘોડી) અશ્વનો ઉછેર કરવામાં આવે છે. નાનપણથી પરિવારના સદસ્યની જેમ ઉછરેલી લક્ષ્મીને અચાનક રંગસુત્રની ખામી અને પગની બિમારીને લઇ પરિવાર પર આભ ફાટયું હોય તેવું દુખ આવી પડયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી, અશ્વને બિમારીમાંથી ઉગારવા માટે મહાવીરર્સિહે રાણા નામાંકીત ડોક્ટરની દવા કરી છેલ્લે સારવાર માટે ઘરે દવાખાનું ઉભુ કરી નાખ્યું હતું અને ધોડીને બચાવા માટે એડીચોટીનું જોર લગાવી રાખ્યું હતું છતાં લક્ષ્મીને બચાવી ન શકાઈ અને ગત તારીખ ૧૧ જુલાઇ ૨૩ના રોજ લાંબી બિમારી સબબ “લક્ષ્મી” નામની સાત વર્ષીય ધોડી નું નિધન થતા આખો પરિવાર સહિત આજુબાજુમાં રહેતા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

પરિવારના સદસ્યની જેમ ઉછરેલ અશ્વ (ધોડી)નું અકાળે અવસાન થતા પરીવારમાં માતમ છવાયો હતો અને આખો પરિવાર શોકાતુર બની ગયો હતો પોતાના સ્વજનની જેમ હિન્દુ શાસ્ત્રો મુજબ બ્રાહ્મણના હસ્તે મંત્રોચ્ચાર કરાવી, વિધીવત અશ્વની અંતિમયાત્રા કાઢી દફ્નવીધી કરી હતી, અંતિમયાત્રામાં પણ અનેક લોકો જોડાયા હતા, આજના યુગમાં પણ માનવતા મરી નથી મુંગા જાનવર પ્રત્યે આટલો અપાર પ્રેમ, સંવેદના જોઈ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યું છે.