Home Gujarat Jamnagar હોળી નાની પણ ફાયદા મોટા: લીમડાલાઇન પટેલ મિત્રમંડળ દ્વારા કરવામાં આવી વૈદિક...

હોળી નાની પણ ફાયદા મોટા: લીમડાલાઇન પટેલ મિત્રમંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

0

હોળી નાની પણ ફાયદા મોટા: લીમડાલાઇન પટેલ મિત્રમંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

પર્યાવરણમાં સંદેશાના ભાગરૂપે જામનગરના લીમડા લાઈનમાં પટેલ ગરબી મંડળ દ્વારા કરવામાં આવી વૈદિક હોળી.

જામનગર શહેરમાં હોલિકા દહનની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે તેમાં જામનગરના અલગ અલગ વિસ્તાર ના શેરી – મહોલ્લા ના મિત્ર મંડળના યુવકો ઉત્સાહ હોળીની ઉજવણી કરવામાં આવે છે તેમાં ગુજરાત ભરમાં પ્રખ્યાત એવી ભોઈ સમાજ દ્વારા કરવામાં આવતી હોલિકા દહન જામનગરમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહે છે

પરંતુ આ વખતે હોળીકા દહન માં લાકડા ની જગ્યાએ ગોબર સ્ટીક નો ઉપયોગ જોવા મળ્યો તેમાં ખાસ કરીને લીમડા લાઈન પટેલ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ હોળીકા દહન માં છાણા લાકડા ના ઉપયોગની સાથે ગાયના ગોબરમાંથી બનાવેલ ગોબર સ્ટીક નો ઉપયોગ કરી ખાસ લોકોને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો છે ગોબર સ્ટિક માંથી બનાવેલ હોળીકા પ્રગટાવવાથી વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સાથો-સાથ ધેધુર વૃક્ષનું નિકંદન નીકળતા પણ અટકશે અને વાઇરસ નાબુદ થશે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લોકો ગોબર સ્ટીક નો ઉપયોગ વધુ કરી રહ્યા છે આ જોતા લાકડા નુ સ્થાન ગાયના ગોબરમાંથી બનતી ગોબર સ્ટીક લઈ લેશે  અને  આવનારા વર્ષમાં વૈદિક હોળીનો ટ્રેન્ટ વધશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version