હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન.

0
847

હવે રાજ્યમાં સરકારી અને ખાનગી ઑફિસમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે, લગ્નમાં માત્ર 50 વ્યક્તિની મર્યાદા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબુક ઉપર લાઇવ થઇ કરી જાહેરાત.

હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકારે બહાર પાડી નવી ગાઇડલાઇન.

રાજ્યમાં એપ્રિલ-મે મહિનામાં આવતા તમામ તહેવારોની જાહેરમાં ઉજવણી પર અને ટોળા એકઠાં કરવા પ્રતિબંધ.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ અંગે હાઇકોર્ટે ઝાટકી લીધા બાદ આજે સાંજે સરકારનો પક્ષ રજૂ કરવા માટે સીએમ રૂપાણી ફેસબૂક પર લાઇવ થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ લાઇવ દ્વારા સરકારનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તબીબોને અનુરોધ છે કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકાર ગેમ તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કર્યા છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટા નિયમો જાહેર કર્યા છે.

હવે પછી રાજ્યમાં સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીમાં 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે.
50 ટકા સ્ટાફ ઑલ્ટરનેટિવ ડે સાથે કામ કરે તેવો નિયમ આજથી જાહેર કરવામાં આવ્યો છે.

લગ્નમાં જાહેર કાર્યક્રમો નહીં થઈ શકે અને લગ્ન સમારંભની મર્યાદા 50 વ્યકિતની કરવામાં આવી છે.

જાહેરમાં રાજકીય/સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ , જન્મદિવસની ઉજવણી સહિતના મેળાવડાઓ બંધ.

મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ અને ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ એકત્રીત થઇ શકશે નહીં
રાજયના તમામ ધાર્મિક સ્થાનો આગામી તા.30-4-2021 સુધી બંધ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉ મેર્યુ કે રાજ્યમાં હવે પછી આગામી એપ્રિલ- મે માસ દરમિયાન યોજાનારા તમામ ધાર્મિક કાર્યક્રમોનાં તમામ ધર્મોનાં મેળાવડા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે અને તમામ ધર્મો સરકારને સાથ આપે એવી અપીલ કરવામાં આવે છે.

એપ્રિલમાં 2.14 લાખ રેમડેસિવીર આવ્યા અને સરકારે છેલ્લા 10 દિવસમાં સવા લાખ આપ્યા. સરકાર ચારેય તરફથી રિસોર્સિમાંથી ભેગા કરી અને સવા 3 લાખ ઇન્જેક્શન આપ્યા છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલનું હબ હોવાના કારણે અમને પણ રોજ બહાર આવે છે. રેમડેસિવીર રોજના 25,000 સરકારને મળે છે. સરકારે લગભગ દર્દીઓ સુધી પહોંચાડવામાં સફળ થયા છે. ઝાયડસને અભિનંદન આપ્યા છે.

રેમડેસિવીર ઇન્જેક્શન કોરોનાના દરેક દર્દીઓ માટે નથી. જેમને શ્વાસની તકલીફ છે. કોમોર્બિડિટી નથી. ત્યારે સરકારે પ્રાયોરિટી નક્કી કરી છે. કોવિડ-19ના સિરિયસ પેશન્ટને પહેલાં ઇન્જેક્શન આપવામાં આવે. કેસ વધતા જાય છે કે ઝડપથી કંટ્રોલમાં આવી રહ્યા છે પરંતુ માની લો કે કેસ નથી કાબૂ વધતા તો આપડા હાથમાં આવેલા શસ્ત્રનો આપણે ઉપયોગ કરવાનો છે.

સરકારે પાછલા 10 દિવસમાં 15,000 બેડની સંખ્યા વધારી છે. સંજીવની રથની સંખ્યા વધારી છે અને 1500 રથ અમદાવાદમાં સારવાર માટે એકઠાં કર્યા છે. રોજ અમે 20,000 ફોન એકઠાં કરી અને સારવાર કરી રહ્યા છે.

વડોદરામાં 250 સંજીવની રથ અને 34 ધનવંતરી રથ આપવામાં આવી છે અમદાવાદના જીએમડીસીના ક્ધવેનશમાં 900 બેડની મોટી હોસ્પિટલ ઊભી કરી છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર મને વિશ્વાસ છે તેઓ મંજૂરી આપશે.

સુરતે છેલ્લા 15 દિવસમાં 3000 બેડ વધાર્યા છે. બેડ વધારવાની સાથે તબીબોનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાબડતોડ ભરતી કરી છે. રાજકોટમાં 63 ધનવંતરી રથ અને 25 સંજીવની રથ ચાલે છે. રાજકોટમાં આગામી 10 દિવસમાં 2400 બેડ વધારી રહ્યા છે.

સરકારે આરટીપીસીઆરના ટેસ્ટ વધાર્યા છે. 60,000 આરટીપીસીઆર ટેસ્ટ અને 24 કલાકમાં આનો રિપોર્ટ મળે ત્યારે રાજ્યમાં 60,000 ટેસ્ટના 24 કલાકમાં પરિણામ મળે એવી વ્યવસ્થા સરકાર કરી રહી છે. ઓક્સીજનની માંગ વધી ગઈ કારણ કે અમે ઑક્સીજન બેડ વધી ગયા એટલે વપરાશ વધ્યો તો એની સામે ઓક્સીજનની પણ 70 ટકા રિઝર્વ રાખવાનો નિર્ણય કર્યો છે. 600 ટનનો વપરાશ થયો છે કારણ કે ઑક્સીજનનો બેડનો ઉપયોગ વધ્યો છે.