સૌરાષ્ટ્ર માટે 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે.

0
138

સૌરાષ્ટ્ર માટે 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રાજકોટ :

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબ જ રાહતના સમાચાર છે આગામી 18મીથી ત્રણ નવી વિશેષ ટ્રેનો દોડશે જેમાં વેરાવળ – અમરેલી, ભાવનગર – સુરેન્દ્રનગર અને ભાવનગર – મહુવા – ભાવનગર ટ્રેન શરૂ કરાશે

આ ત્રણેય વિશેષ ટ્રેનોનું ભાડુ મેઇલ-એકસપ્રેસ ટ્રેનની અનરીઝર્વેટ ટિકિટ જેટલું રહેશે. યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા તા.18મી થી ટ્રેન નંબર 09291 તથા 09292 વેરાવળ – અમરેલી – વેરાવળ દૈનિક વિશેષ (મીટર ગેજ) ટ્રેન શરૂ થનાર છે.
જેમાં વેરાવળ – અમરેલી દૈનિક વિશેષ ટ્રેન દરરોજ વેરાવળથી સવારે 9-45 વાગ્યે ઉપડશે અને બપોરે 2-50 વાગ્યે અમરેલી પહોંચશે.

તેમજ અમરેલીથી દરરોજ સવારે 8-45 વાગ્યે ઉપડશે અને બપોરે 1-45 વાગ્યે વેરાવળ પહોંચનાર છે. આ ટ્રેનો બન્ને દિશામાં સવની, તલાલા, ચિત્રાવડ, સાસણ ગીર, કાંસીયા નેસ, સતાધાર, વિસાવદર, જેતલવાડ, ભાદર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશનો પર રોકાણ કરશે.

આ ઉપરાંત ભાવનગર ડિવીઝન પર ત્રણ જોડી (અપ-ડાઉન) નવી પેસેન્જર ટ્રેનો દોડશે આ વિશેષ પેસેન્જર ટ્રેનોનું ભાડુ મેઇલ તથા એકસ-ેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ જેટલું રહેનાર છે. તા.18 ને ગુરૂવારથી શરૂ થનાર ત્રણ ટ્રેનોમાં (1) ટ્રેન નં. 09572 ભાવનગર – સુરેન્દ્રનગર દરરોજ 8-35 વાગ્યે ઉપડશે અને 12-35 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે.

તેમજ (2) ટ્રેન નંબર 9503 સુરેન્દ્રનગર – ભાવનગર દૈનિક વિશેષ સુરેન્દ્રનગરથી દરરોજ બપોરે 4-10 વાગ્યે ઉપડશે અને રાત્રીના 8-25 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

તથા (3) ટ્રેન નંબર 09525 તથા 09526 ભાવનગર – મહુવા – ભાવનગર દૈનિક વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ 9-30 વાગ્યે ઉપડશે અને 2-10 વાગ્યે મહુવા પહોંચશે.