Home Gujarat Jamnagar સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી...

સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ.

0

સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ.

અમદાવાદ અને ભાવનગરના બે શખસ સામે આકરી કાર્યવાહી કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆત-આવેદન.

સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મથી બેફામ ગાળો આપી અને સમાજની શાંતી દહોળવાનો પ્રયત્ન કરેલ છે તેમજ બે જ્ઞાતીઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે પ્રકારે સમાજ વિરૂઘ્ધ અપશબ્દો બોલી અને એકવર્ગને બિજા વર્ગ પ્રત્યે દુશ્નાવટ ઉભી થાય તેવી ટીપ્પણીઓનું રેકોર્ડીંગ કરી અને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવાનો આક્ષેપ.

જામનગર: સોશ્યલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી સાથે સાધુ સમાજને બદનામ કરવાના ઇરાદાથી દશનામ ગૌસ્વામી સમાજ લાલધૂમ થયું છે, આવું જધન્ય કૃત્ય કરનાર અમદાવાદ અને ભાવનગરના બે શખસ સામે આકરી કાર્યવાહી કરવા જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવાયું છે.

દશનામ ગૌસ્વામી સમાજ વિરૂઘ્ધ સોશ્યલ મીડીયામાં ગંદી ગાળો ત્યા અભદ્ર ટીપ્પણી કરેલ હોય અને સમગ્ર સાધુ સમાજને બદનામ કરેલ હોય, ત્યા વર્ગવિગ્રહ થાય તે પ્રકારે સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ આરોપીઓ સામે ગુન્હો નોંધવા જામનગર શ્રી દશનામ ગૌસ્વામી સમાજના કારોબારી સભ્ય અને જાણીતા એડવોકેટ રાજેશભાઈ ગોસાઈની આગેવાનીમાં જીલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી ભરત ભરવાડ અને વિશાલ મેર નામના શખ્સો કડક પગલા લેવા માંગ કરવામાં આવી છે.

શ્રી દશનામ ગોસ્વામી સમાજ-જામનગર દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,
દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા સમગ્ર ભારતમાં સનાતન કાલથી રહી પુજાપાઠ ત્યા શિવ આરાધના કરીએ છીએ અને દશનામ સમાજના વ્યકિતઓ પુજા કરવામાં આવે છે. અને અમો ફરીયાદી જામનગર દશનામ ગૌસ્વામી સમાજના પ્રમુખ તરીકે સેવાકાર્ય કરી રહયા છીએ.

અમારા સમાજના વ્યક્તિઓ અન્ય સમાજ માટે પુજનીય સ્થાન ધરાવે છે અને સમગ્ર સમાજમાં એક શિવ ભકત કરીકે મોભાનું સ્થાન ધરાવીએ છીએ અને સનાતન કાળથી અમારો સમાજ શિવપુજા કરે છે અને શાંતી પ્રિય રીતે તમામ સમાજના લોકોને સાથે રાખી સમાજના ઉત્કર્ષ માટે માર્ગદર્શન પુરૂ પાડે છે અને દરેક જ્ઞાતીના દરેક સમાજના લોકોમાં અમારી ખુબજ સારી પ્રતિષ્ઠા અને નામના છે અને એ રીતે દરેક સમાજના લોકો અમોને માન સન્માન આપે છે.

ગત તા.22/05/2021 ના રોજ વોટસએપ ત્યા સોશ્યલ મીડીયાના અન્ય પ્લેટફોર્મ પર સમગ્ર ગૌસ્વામી સમાજને બદનામ કરવાના અને સમાજની ગરીમાંને લાંછનરૂપ થાય તે પ્રકારે ભયંકર વાણી વિલાસ કરી અને બેફામ ગાળો બોલી અને આ બન્ને શખ્સોએ આ કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ જેમાં તેમના દ્વારા સમગ્ર સમાજને ખુબજ અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવેલ છે. અને અહી લખી ન શકાય તેવી ગંદી ભાષામાં અને સમાજને નિચો દેખાડવા માટે અને આખા ભારતમાં વસવાટ કરતા ગૌસ્વામી સમાજના લોકોને હડધુત કરવા અને બદનામ કરવા અભદ્ર ટીપ્પણીઓ કરેલ છે. જાણીજોઈને આ બંને આરોપીઓએ તેમનું રેકોર્ડીંગ કરી અને આ ક્લીપ સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં આ પ્રકારે મંદીરમાં સેવાપુજા કરતા સાધુ સંતો તેમજ ગૌસ્વામી સમાજના લોકોને સરાજાહેર સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મથી બેફામ ગાળો આપી અને સમાજની શાંતી દહોળવાનો પ્રયત્ન કરેલ છે તેમજ બે જ્ઞાતીઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તે પ્રકારે સમાજ વિરૂઘ્ધ અપશબ્દો બોલી અને એકવર્ગને બિજા વર્ગ પ્રત્યે દુશ્નાવટ ઉભી થાય તેવી ટીપ્પણીઓનું રેકોર્ડીંગ કરી અને સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરેલ છે.

આ બંને શખ્સોએ સમગ્ર દશનામ ગૌસ્વામી સાધુ સમાજના અપમાન કરવાના ઈરાદે બદનામ કરવા માટે હીન પ્રકારનું કૃત્ય કરેલ છે. જેનાથી અમારા સમગ્ર સમાજના લોકો ત્યા સાધુ સમાજને ખુબજ બદનામી થયેલ છે અને સમાજમાં અમારી પ્રતિષ્ઠાને ખુબજ હાની પહોચેલ છે અને સમાજમાં નિચે જોવા જેવું થઈ ગયેલ છે. અને આરોપીઓએ આ પ્રકારની પ્રવૃતીઓ જાણી જોઈને સમાજના બે વર્ગો વચ્ચે વિદ્રોહ થાય અને સમાજની વ્યવસ્થા ખોરવાય તે પ્રકારનુ કૃત્ય કરેલ છે. જે ગુજરાતની શાંતીપ્રિય પ્રજા અને ગુજરાતની શાંતીને દહોળવાનો પ્રયત્ન કરેલ છે જે દેશદ્રોહ પ્રકારની પ્રવૃતી કહેવાય.

આરોપીઓએ કાયદાના કોઈપણ ડર વગર અને બેફામ રીતે સરા જાહેર વિડીયોમાં સમગ્ર સમાજને જે પ્રકારે અભદ્ર ગાળો બોલી રહેલ હોય જેનાથી અમારો સમગ્ર દશનામ ગૌસ્વામી સાધુ સમાજ ખુબજ આધાતમાં છે અને આવા શખ્સો વિરૂધ્ધ આ હીન પ્રકારની ગંદી માનસીકતા ધરાવતા અને સમાજમાં વિગ્રહ ફેલાવવાની કોશીશો કરતા વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધવામાં નહી આવે તો તેમને કાયદાનો કોઈ ડર રહેશે નહી અને અમારો સમગ્ર સમાજની પ્રતિષ્ઠાને જે હાની પહોચાડેલ છે અને અમારા સમાજના જે સમગ્ર વડીલો ભાઈઓ બહેનો માતાઓ યુવાનોને તંત્ર અને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે.

આ વીડીયો અમોએ સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ ઉપર જામનગર મુકામે જોએલ હોય અને આ બંને આરોપીઓએ એકસંપ કરી અને દશનામ ગૌસ્વામી સમાજને બદનામ કરવા અને ગુજરાતમાં અશાંતી ફેલાવવા અને વર્ગ વિગ્રહ કરવા અને એકવર્ગને બિજા વર્ગ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા અને દંગા ફેલાવવા માટે આ પ્રકારે વિડીયો વાયરલ કરેલ હોય જેથી આ આરોપીઓ સામે ઈન્ડીય પીનલ કોડ તેમજ આઈ.ટી. એકટ મુજબ ગુન્હો નોંધવા નમ્ર અરજ છે.

અમારો સમગ્ર સમાજ ખુબજ આધાત અને શોકમાં છે જો અમોને યોગ્ય રીતે ન્યાય નહી મળે અને આરોપીઓ સામે યોગ્ય રીતે ગુન્હો દાખલ કરી અને તેમની ધરપકડ કરવામાં આવશે નહી તો અમો આ અંગે સમગ્ર ગુજરાત દશનામ ગૌસ્વામી સમાજનું સંમેલન કરી અને કાનુની પગલાઓ લેશું જેની નોંધ લેવા વિનંતી છે અને આ આરોપીઓએ જે વાણી વિલાસ કરેલ છે તેનાથી અમારા સમાજની ધાર્મીક ભાવનાઓને પણ ખુબજ ઠેસ પહોંચેલ છે જેથી દશનામ ગૌસ્વામી સમાજને ખુબજ આધાત લાગેલ છે તો આ અંગે આરોપીઓ સામે તાત્કાલીક ગુન્હો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અનુરોધ કરવામાં આવેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version