Home Gujarat Jamnagar વીજરખી ડેમ નજીકથી દોઢ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી લેતી...

વીજરખી ડેમ નજીકથી દોઢ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી લેતી SOG.

0

વીજરખી ડેમ નજીકથી દોઢ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી લેતી એસ.ઓ.જી.

જામનગર : ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા મ્હે. પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્યનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને  પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ.

દરમિયાન એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડા ને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હીરો હોન્ડા મો.સા. રજી નં. જીજે-10-ડીએફ-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોય જેને રોકી ચેક કરતા તેમાંથી ગેર કાયદેસર કેફી પદાર્થ ગાંજો 1 કીલો 530 ગ્રામ કી. રૂા.15300 સાથે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતાં અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા (રે. કાલાવડ-પંજેતર નગર) ને પકડી કુલ મુદામાલ રૂ.35,300/- સાથે મળી આવતા તેના વિરૂઘ્ધ પંચકોષી એ ડીવી પો.સ્ટે.માં પો.સ.ઈ. આર.વી.વીંછીએ એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ઉપરોકત્ત કાર્યવાહી એસઓજી પો.ઇ. એસ.એસ. નિનામા તથા પો.સ.ઇ. વી.કે.ગઢવી તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version