Home Gujarat Jamnagar વાવાઝોડા તાઉ’તે જામનગરમાં ત્રાટકવાની શક્યતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ...

વાવાઝોડા તાઉ’તે જામનગરમાં ત્રાટકવાની શક્યતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી પત્રકાર મિત્રોને માહિતગાર કરતાં જિલ્લા ક્લેકટરશ્રી રવિશંકર.

0

વાવાઝોડા તાઉ’તે જામનગરમાં ત્રાટકવાની શક્યતાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી પત્રકાર મિત્રોને માહિતગાર કરતાં જિલ્લા ક્લેકટરશ્રી રવિશંકર.

હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

એનડીઆરએફની 4 અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ જગ્યાએ રવાના કરાઇ.

કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કલેકટરશ્રી રવિશંકર.

જામનગર, હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને જામનગર જિલ્લાઓમાં તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે.

જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી રવિશંકર દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓથી માહિતગાર કરેલ હતા.

તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુ તા. 17 મે 2021ના સાંજે જામનગર આવવાની શકયતા છે તેમ જણાવી કલેક્ટરશ્રી રવિશંકરે કહ્યું કે, હવામાન ખાતાની આપેલ માહિતી પ્રમાણે જામનગર જિલ્લામાં ઝડપી પવનો ફૂકાવાની શકયતાઓ છે. અનુમાન પ્રમાણે 100 થી 150 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવનો થકી જામનગરમાં તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુ નુકશાન પહોંચાડી શકે છે.

કોવીડ હોસ્પિટલમાં વિજ પૂરવઠો અને ઓકસીજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. હોસ્પિટલના કોઇપણ દર્દીઓને તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતા કલેકટરશ્રી રવિશંકરએ વધુમાં ઉમેર્યું કે, એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લાને સરકારશ્રી તરફથી ફાળવવામાં આવેલ છે.

એનડીઆરએફની બે ટીમો માંથી ચાર ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ ટીમોને રવાના કરવામાં આવેલ છે. જામનગર જિલ્લામાં આવનારા તાઉ’તે (ઝફી’ઝય) વાવાઝોડુથી સંભવિત અસર થનાર હોય તેવા 1 હજારથી વધુ લોકોને તાત્કાલીક ખસેડવાની જરૂર પડે તેમ છે જ્યારે આગળ જતા ભવિષ્યમાં કુલ 3 હજાર થી વધુ લોકોને ખસેડવાની તૈયારીઓ વહિવટીતંત્ર દ્વારા કરેલ છે.

જામનગર જિલ્લાના દરિયો ખેડવા ગયેલા માછીમારીની વિગતો આપતાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું કે, 752 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા જે બધા જ પરત આવી ગયેલ છે. જામનગર જિલ્લાની રજીસ્ટર બોટો અત્યારે એક પણ નથી.

લોકોને નમ્ર અપિલ કરતાં કલેકટરશ્રી રવિશંકરએ કહ્યું કે, સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા પોલિસ અને વહિવટીતંત્રની ટીમો જો તમને સુરક્ષીત સ્થાને ખસેડવા માટે આવે તો તેમને સાથ આપવો અને સગર્ભા સ્ત્રીઓને આવનાર 15 દિવસમાં ડીલેવરીની સંભવિત તારીખ આપેલ હોય તો કોઇ સુરક્ષીત જગ્યાએ પહોંચી જવા તથા ખેડૂતોએ તેમની જણસો ખૂલ્લામાં હોય તો સુરક્ષીત જગ્યાએ લઇ લેવા તથા વધારે વરસાદની પરિસ્થિતિમાં પશુઓને બાંધી ન રાખવા જણાવી ઉમેર્યું કે, વહિવટી તંત્ર નાગરિકોને સુરક્ષીત રાખવા પૂરતા પ્રયાસો કરશે જ પરંતુ નાગરિકોએ પણ તેમનો સાથે આપશે તેવી આશા વ્યકત કરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version