વાલ્કેશ્વરીનગરના હાઈ પ્રોફાઈલ હીટ એન્ડ રન કેસમાં અંતે ફરીયાદ દાખલ.

0
695

જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં સર્જાયેલા હિટ એન્ડ રન પ્રકરણમાં કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ.

વાલ્કેશ્વરીનગરી નો હિટ એન્ડ રન કેસનો હાઈ પ્રોફાઈલ કેસમાં અંતે ફરીયાદ દાખલ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬,

જામનગરમાં વાલ્કેશ્વરી નાગરી વિસ્તારમાં પરમદી ને બપોરે એક કાર બેકાબુ બનીને આવી હતી એને એક યુવાનને ફૂટબોલ કર્યા પછી કાર મકાનની દીવાલ તોડી અંદર ઘૂસી હતી. જે મામલે શહેરમાં અનેક ચર્ચાઓ પછી આખરે ઇજાગ્રસ્ત યુવાન દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જે કાર એક યુવતી ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતો અને દરજી કામ કરતો મનીષ ગીરીશભાઈ ચૌહાણ નામનો ૪૫ વર્ષનો યુવાન સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન કાળા કલરની એક કાર પૂરપાટ વેગે આવી હતી, અને તેને ફુટબોલની જેમ ઉડાવ્યો હતો. ત્યાર પછી કાર નજીકના એક મકાનનો દરવાજો તોડી અંદર ઘૂસી ગઈ હતી. જેથી મકાનમાં નુકસાન થયું હતું.

આ બનાવ અંગે નો સીસીટીવી નો વિડીયો વાયરલ થયો હતો, અને કોઈ યુવતી કાર ચલાવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટમાં સારવાર માટે ખસેડાયા પછી આખરે સમગ્ર મામલો સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે, અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને નંબર પ્લેટ વગરની કાર ના ચાલક ની શોધખોળ શરૂ કરી છે. જામનગરના ઇલેક્ટ્રોનિક ના શોરૂમ સંચાલકની પુત્રી કાર ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.