લાલપુરમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની કારનો પીછો કરી હત્યાની કોશિશ.

0
641

લાલપુરમાં ફિલ્મી સ્ટાઇલથી યુવાનની કારનો પીછો કરી હત્યાની કોશિશ.

હથિયારોથી જીવલેણ હુમલો કરાયો: પાંચ સામે ફરિયાદ.

જામનગર: લાલપુરના રાંધણવા નદીના બેઠા પુલ પાસે મચ્છીનો ધંધો કરતા યુવાનની કારનો પીછો કરીને આજે તને પૂરો કરી નાખવો છે… તેમ કહીને હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કયર્નિી મોટી પાનેલી ગામના પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ઉપલેટાના મોટી પાનેલી ગામમાં આવેલા મોહન નગરમાં રહેતા અને મચ્છીનો ધંધો કરતા રિઝવાન અબ્દુલભાઈ જુણેજા ઉમર વર્ષ 27 તથા આરોપીના પરિવારના સભ્યો વચ્ચે અગાઉ બોલાચાલી થતાં મારામારી થઈ હતી જેનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદે મંડળી રચીને ગઈકાલે કુવાડા, પાઇપ જેવા હથિયારો ધારણ કરીને ફરિયાદી યુવાનની કાર નો આરોપીઓએ સ્વીફ્ટ કાર નંબર જીજે 12 કે 5 97 નો પીછો કરી લાલપુરના રાંધવા નદીના બેઠા પુલ પાસે આંતરી લીધો હતો.

આ વેળાએ રિઝવાન ભાઈની કાર પલટી ખાઈ જતા તેઓ બહાર નીકળતા આરોપી એ આજે તો આને પૂરો જ કરી નાખવો છે જીવતો છોડતા નહીં.. તેમ કહીને અપશબ્દો બોલી કુહાડા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરીને હેમરેજ, ફેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

રિઝવાન ભાઈ એ આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ઈકબાલ વલીમામદ સફીયા, અશરફ વલીમામદ સફીયા, ઇસ્માઇલ મુસા સોરા, રજાક ઇસ્માઇલભાઇ સોરા, અને હારુન સ્માઈલ સોરા, રે બધા ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના આ પાંચ વિરૂદ્ધ આઈપીસીની કલમ 307, 325, 323, 504, 143, 147, 148, 149 તથા જી.પી.એ.કલમ 135 (1) મુજબ ફરિયાદ નોંધાવતા આ અંગેની તપાસ લાલપુર પીએસઆઈ ડી એસ વાઢેર ચલાવી રહ્યા છે.