Home Gujarat Ahmedabad રાજય સરકારના ખાનગી સ્કૂલોને અપાયેલા નવા પરિપત્ર મામલે વાલીઓ મૂંઝવણમાં..!

રાજય સરકારના ખાનગી સ્કૂલોને અપાયેલા નવા પરિપત્ર મામલે વાલીઓ મૂંઝવણમાં..!

0

રાજય સરકારના ખાનગી સ્કૂલોને અપાયેલા નવા પરિપત્ર મામલે વાલીઓ મૂંઝવણમાં..!

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લોકડાઉ લાદવામાં આવતાં 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી સ્કૂલોની ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો.

આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.

સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.

રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે.

પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે.

આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version