રાજકોટ ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા ફરાર પ્રકરણમાં એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીનોં ભોગ. 

0
299

રાજકોટ ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા ફરાર પ્રકરણમાં એક પીએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મીનોં ભોગ. 

દેશ દેવી ન્યુઝ નેટવર્ક

નિખિલ ડોંગા ને બુધવારના રોજ પાલારા જેલમાંથી મોઢાના કેન્સરની સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લાવ્યા બાદ ધુળેટી રાત્રે રાત્રિએ નાસી છૂટેલો ગોંડલનો ગેંગસ્ટાર હજુ પકડયો નથી તો બીજી તરફ નિખિલ દોંગા નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં બેસીને ભાગ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. 

આ કિસ્સામાં જાપ્તામાં રહેલા પી.એસ.આઇ કોન્સ્ટેબલ સહિત કુલ પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ છે 

નિખિલે ભાગતી વખતે બ્લેક વાઈટ ટીશર્ટ પહેર્યા હતા અને હાથ પર પાટો બાંધ્યો હતો ભરત નામના જે શખ્સ દ્વારા પીએસઆઇ ગાગલને જ્યુસ લઇને આવું તેમ પૂછવા ફોન કરવામાં આવ્યો હતો તે મોબાઇલ નંબરની પણ તપાસ કરવામાં આવી રહી છે દરમિયાન એવો સવાલ ઉઠ્યો કે નિખિલ ખરેખર બીમાર હતો કે કેમ.!  આ સમગ્ર કાવતરામાં કોને કોને ભૂંડી ભૂમિકા ભજવી છે એતો નિખિલ પકડાઈ પછી જ  બહાર આવવા પામશે.

હોસ્પિટલ માં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ ની પોલીસ દ્વારા ચકાસણી કરાઇ હતી જેમાં નિખિલ  એક અજાણ્યા શખ્સ સાથે રાત્રિના ૧: ૧પ આરશામાં વાજપેયી ગેટ પાસેથી હોસ્પિટલની બહાર રહેલો દેખાય છે. 

આ બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આઈપીસીની કલમ ૨૨૩, ૨૨૪. અને ૨૨૫ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ બનાવે ગુજરાત ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે