રાજકોટના ફરારી શખસને ઝડપી લેતી જામનગર SOG.
જામનગર : જામજોધપુરના જીણાવારી ગામ પાસેથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીઘો હતો. એકાદ વર્ષ પૂર્વેના ગુનામાં નાસતા-ફરતા આ આરોપીને જામજોધપુર પોલીસ મથક ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે જેને જરૂરી પ્રક્રિયાના અંતે રાજકોટ પોલીસને સોંપી દેવાશે.
જામનગર એસઓજીના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી.વીંછી અને વી.કે.ગઢવીના નેતૃત્વતળે પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી.
ત્યારે પોલીસ ટીમને રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો એક આરોપી જામજોધપુર નજીક જીણાવારી ગામ પાસે જંગલ ખાતાની રાવટી નજીક આંટા ફેરા કરી રહયો હોવાની બાતમી મળી હતીજેના આધારે પોલીસે ત્વરીત ધસી જઇ નાસતા ફરતા આરોપી પ્રવિણ ગોવિંદભાઇ કારેણાને પકડી પાડી પાડયો હતો.
પ્રાથમિક પુછપરછ બાદ પોલીસે તેનો કબજો જામજોધપુર પોલીસ મથકને સુપરત કર્યો હતો.આ પકડાયેલો આરોપી એકાદ વર્ષ પુર્વે નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો રહયો હોવાનુ બહાર આવ્યુ હતુ.