મેયર રસીકરણ કેમ્પ આવ્યા તે જગ્યાએ કીચડમાં પહેલા ડીડીટી છાંટી પછી તાબડતોબ કપચી નાખવી પડી બધુ લોલમલોલ.
મેયર પહોંચ્યા પોતાના જ વોર્ડમાં રસીકરણ કેમ્પમાં હાજરી આપવા.
મેયરના વોર્ડમાં લોલમલોલ.!
જામનગર શહેરની નીલકમલ સોસાયટીમાં જે મેયરનો વોર્ડ ગણાય છે.જ્યા સ્થાનીકોએ ગંદકીથી ખદબદતા વિસ્તારની રજુઆત કરતા રાજકારણ ગરમાયું છે. આ સ્થિતિમાં શહેરના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં સફાઈ લોલમલોલ બહાર આવતા શહેરમાં સફાઈની સ્થિતિ કેવી હશે જે સવાલો શહેરીજનોમાં ઉઠયા છે.
જામનગર શહેરના વોર્ડ નંબર 5 માં શુક્રવારે નીલકમલ સોસાયટીમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર તેજ વિસ્તારના નગરસેવક હોય અને ત્યા હાજરી આપેલ તથા અન્ય કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મેયર જે ગાડીમાં આવી રહ્યા હતા ત્યારે નંદ ધર નજીક ગંદકીની ભરમાર હતી.
જે ખદબદતી ગંદકી સાફ કરવાને બદલે સફાઇ કર્મીઓ દ્વારા ગંદકી ઉપર ડીડીટી નો છટકાવ કરી ઢાંકપીછોડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ મેયર આવ્યા બાદ કીચડ પર નાખી કપચી.
મેયરે જે જગ્યાએ ગાડી રાખી હતી ત્યાજ ગંદકીની ભરમાર હતી જેને પ્રશાસનની પોલ ખોલી નાખી.! જેના પર ઢાંકપીછોડા કરાયો હતો.
હાલ તો મેયરના વોર્ડએ શહેરમાં સફાઈના મુદ્દે સારી એવી ચર્ચા જાગી છે.