Home Gujarat Jamnagar મેઘપર નજીક મહિલાની ક્રુર હત્યા સુમસામ વિસ્તારમાં મળેલી અજાણી મહિલાની લાશથી ગામમાં...

મેઘપર નજીક મહિલાની ક્રુર હત્યા સુમસામ વિસ્તારમાં મળેલી અજાણી મહિલાની લાશથી ગામમાં ચકચાર.

0

મેઘપર નજીક મહિલાની ક્રુર હત્યા.સુમસામ વિસ્તારમાં મળેલી અજાણી મહિલાની લાશથી ગામમાં ચકચાર.

પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી તપાસના ચક્રોગતિમાન કર્યા

જામનગર:
જામનગર જીલ્લાના મેઘપર વિસ્તારમાં આવેલ કડવાણી કેમીકલ પાછળ પડાણા જાખર જવાના ગાડા માર્ગે કાંટાળા થોર નજીકથી એક વ્યક્તિની લાશ પડેલ હોય જે અંગે અમરસંગ માધવસંગ જાડેજા રહે. જાખરે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી, જયાં એક મહિલાની લાશ મળી આવી હતી, આ મહિલાની ઉમર આશરે 20-25 વર્ષ હોવાનું જાણવા મળેલ છે અને કોઇ અજાણ્યા ઇસમોએ કોઇ કારણસર પાણા (પથ્થર) વડે કે અન્ય કોઇ પણ રીતે માર મારી શરીરે ગંભીર ઇજા કરી મોત તેની હત્યા નિપજાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે. આ અંગે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે અજાણ્યા ઇસમ વિરૂઘ્ધ વિધિવત ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ કે.આર.સીસોદિયા (પો.સબ.ઇન્સ.-મેઘપર(પડાણા) પો.સ્ટેશન) ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version