માતા-પત્ની અને પુત્રની હત્યા નીપજાવનારાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ.

0
500

રાજકોટ : માતા-પત્ની અને પુત્રની હત્યા નીપજાવનારાને આજીવન કેદ.

ચાર વર્ષ પૂર્વે ત્રિપલ મર્ડરનો ખેલાયો હતો ખૂની ખેલ. રાજકોટ શહેરમાં વર્ષ 2017ના આ ચકચારી હત્યાકાંડની રૂવાંડા ઊભા કરી નાખતી વિગતો.

રાજકોટ: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા માતા પત્ની અને માસૂમ પુત્રનું ગળુ દબાવી હત્યા કરનારા અલ્પેશ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે.

ચાર વર્ષ પૂર્વે ત્રિપલ મર્ડરનો ખેલાયો હતો ખૂની ખેલ. રાજકોટ શહેરમાં વર્ષ 2017 ના ઓક્ટોબર મહિનામાં અલ્પેશ વજાણી તેમજ તેના પિતા વજુભાઈ વજાણી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ત્રણ વ્યક્તિઓની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો.

જે બાબતે સેશન્સ કોર્ટ દ્વારા અલ્પેશ જીતુભાઈ વજાણીને આજીવન કેદની સજા ફરમાવી છે. જ્યારે કે આરોપીના પિતા વજુભાઈ વજાણીનું કેસના ટ્રાયલ દરમિયાન મૃત્યુ નિપજતાઅદાલતે તેમની સામેનો કેસ ખારીજ કર્યો હતો.

બનાવની વિગતો એવી છે કે 7 ઓક્ટોબર 2017 ના રોજ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે આવેલા રાધા મીરા પાર્ક વિસ્તારમાં રહેતા સોની પરિવારના અલ્પેશ નામના વ્યક્તિએ પોતાની માતા ભારતીબેન, પત્ની દિપાલી તેમજ માસૂમ પુત્ર માધવની દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

આ હત્યામાં પુત્ર અલ્પેશ નો સાથ દીધો હતો તેના પિતા વજુભાઈએ. એક જ પરિવારના ત્રણ જેટલા સભ્યોની પરિવારના સભ્ય દ્વારા જ હત્યા કરવામાં આવતા રાજકોટ શહેરમાં જે તે સમયે ચકચાર મચી જવા પામ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે નાણાકીય ભીડ અને આર્થિક સંકળામણ ના કારણે પરિવારના સભ્યોની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ પિતા-પુત્રે સૌ પ્રથમ પોતાની પત્ની અને માતા નું ગળુ દબાવી હત્યા કરી હતી જ્યારે કે ત્યારબાદ પોતાના પુત્ર અને પૌત્ર એવા માસુમ બાળકને પત્ની ના ખોળા માં સુવડાવી તેને ગળે ટૂંપો દઇ હત્યા કરી હતી.

હત્યા બાદ બંને પિતા-પુત્ર સુસાઇડ નોટ લખી રેલવેના પાટા પર સૂઈને આત્મહત્યા કરવા પણ નીકળ્યા હતા. પરંતુ થોડા સમય સુધી રાહ જો ત્યારબાદ ટ્રેન ન આવતા બંને પિતા-પુત્રોએ મરવાનું ટાળ્યું હતું. ત્યારબાદ બંને પિતા-પુત્ર શહેરભરમાં રખડવા નીકળી પડ્યા હતા કારણ કે તેમનામાં ઘરે જવાની હિંમત નહોતી.

તેમજ તેમના ઘરે માં તેઓના દ્વારા હત્યા કરાયેલી ત્રણ-ત્રણ સ્વજનોની લાશ પડી હતી. બે દિવસ સુધી ઘરમાં લાશ પડી રહેતા હોવાથી દુર્ગંધ ફેલાઈ હતી જેના કારણે પાડોશીઓએ પોલીસને જાણ કરતાં પોલીસને ઘરની અંદરથી 3 લાશ તેમજ સ્યુસાઈડ નોટ મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પિતા પુત્રની શોધખોળ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ બંને વિરુદ્ધ હત્યાના ગુના સબબ ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી.

સોની પરિવારના કમાતા બંને સભ્યો ઇમિટેશન નું કામકાજ કરતા હતા. તે ઠપ થઈ જવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે આર્થિક ભીંસના કારણે પરિવારના બંને સભ્યોએ હત્યા કરી હોય જેના કારણે અદાલતે તેમને દંડ ફટકાર્યો નહતો.