“ભા” ના ઉમદા કાર્યને ખોબલે ખોબલે વધાવતા “ભાઉં”

0
845

કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ અને એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં સી.આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ.

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ.

જામનગર, કોરોના મહામારીમાં જિલ્લામાં રક્તની અછત ન સર્જાય તેમજ નાગરિકોની રક્ત અંગેની જરૂરિયાતને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એંડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શહેરની રાજપૂત બોર્ડિંગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના યુવાઓ, મહિલાઓ સહિતના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવ્યું હતું.

જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ કોવિડ મહામારીમાં મદદરૂપ થવા બદલ તમામ રક્તદાતાઓનો આ તકે આભાર વ્યકત કર્યો હતો. રક્તદાન કર્યા બાદ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા.

આ કેમ્પમાં મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેંડિંગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, મંત્રીશ્રી પ્રકાશભાઇ બાંભણીયા, ભાજપ મહામંત્રીશ્રી વિજયસિહ જેઠવા, પૂર્વ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા,પૂર્વ શાસકપક્ષના નેતા શ્રી દિવ્યેશ અકબરી, રાજુભાઇ, રાજપૂત સમાજના પ્રમુખશ્રી પી.એ.જાડેજા ભાજપના કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.