ભાણવડના ભરતપુરમાં જમીન બાબતે ડખ્ખો : કૌટુંબિક શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો.

0
278

ભરતપુરમાં જમીન બાબતે કૌટુંબિક શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો.

ભાણવડ: ભાણવડ તાલુકાના ભરતપુર ગામની સીમમાં રહેતા નગાભાઈ કરણાભાઈ માડમ નામના 25 વર્ષના આહીર યુવાન દ્વારા રાણ ગામના રહીશ કરણા અલાભાઈ માડમ તથા અન્ય બે શખ્સો સામે પોતાને તથા સાહેદ જયેશભાઈ તથા તેમના માતા વાલીબેનને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા તથા પથ્થર વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપી કરણાભાઈ તથા ફરિયાદી નગાભાઈ અને સાહેદોના સંયુક્ત નામની ખેતીની જમીન તેને જોઈતી હોય, આ બાબતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.