ભાજપમાંથી રાજીનામુ આપનાર આહીર સમાજના પ્રમુખ કરશન કરમુરે AAPમાંથી ભર્યું ફોર્મ..
બાઈટ:કરશન કરમુર,ઉમેદવાર AAP
• આહિર સમાચાર પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર આપમાં જોડાયા
• 2000 જેટલા સમર્થકો સાથે નામાંકન પત્ર ભર્યું
• છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતા કરસન કરમુર કોડ નંબર પાંચમાં છે વોટફેરવિટ
જામનગર: જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે ત્યારે ગઈકાલે જ ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુર એ આમ આદમી પાર્ટીમાંથી નામાંકન પત્ર ભર્યું છે….. કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે…. જોકે આ વખતે ભાજપે તેમને ટિકિટ ના આપતા તેમણે નારાજગીમાં રાજીનામુ આપ્યું છે અને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભરી ફરીથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે….
• ભાજપે અન્યાય કરતા ઝાડુ પકડ્યું કરશન કરમુરે
કરસન કરમુર સવારે 11 વાગ્યે પોતાના 2000 જેટલા સમર્થકો સાથે બાઈક રેલી યોજી જિલ્લા પંચાયત ખાતે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા…. વોર્ડ નંબર 5 મા પોતાની ચેનલ વિજેતા બને તે માટેની તમામ તૈયારીઓ કરસન ભાઈ કરમુર શરૂ કર્યું છે…. જોકે કરસન કરમુર એ આમ આદમી પાર્ટી હતી નામાંકન પત્ર ભરતા કોડ નંબર પાંચમાં ભાજપ અને કોંગ્રેસ માટે જીત મેળવી અશક્ય બને ગઈ છે….
• વોર્ડ નંબર 5માં અન્ય પાર્ટીઓ માટે ચૂંટણી લડવી આશાન નથી
કારણકે કરસન કરમુર છેલ્લા ૨૫ વર્ષથી દર પાંચમાંથી ચૂંટાઈ આવે છે અને જામનગર આહીર સમાજના પ્રમુખ પણ તેઓ છે…. કરસન કરમુરના વોર્ડમાં લોકપ્રિયતા પણ ખૂબ છે જેના કારણે વોર્ડ નંબર 5 માં અન્ય પાર્ટીઓને ચૂંટણી લડવી અઘરી પડી શકે છે…..