બાળકો ની પાંખી હાજરી વચ્ચે ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ.

0
365

બાળકો ની પાંખી હાજરી વચ્ચે ધોરણ ૬ થી ૮ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ.

શિક્ષણ મંત્રીની જાહેરાતના પગલે
સરકાર ની ગાઈડલાઈન મુજબ
આજથી ધોરણ ૬ થી ૮ ના શેક્ષણિક કાર્ય નો પ્રારંભ.

નવા સત્ર પહેલા ધોરણ ૧ થી ૫ ચાલુ થાય તેવી શક્યતા.

બાળકોના કલબલાટથી સાથે ખાનગી તેમજ પ્રાઇવેટ સ્કૂલો ગુંજી ઉઠશે.

કોરોના વાયરસના કારણે 25 માર્ચ 2020 થી થયેલા લોકડાઉન માં તમામ શૈક્ષણિક કાર્ય બંધ થયું હતું જે બાદ ધીમે ધીમે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે રાજ્યના શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા વાલીગણ માં આનંદની લાગણી છવાઇ છે.

જામનગર સહિત રાજ્યભરમાં ગત તારીખ 11 જાન્યુઆરી ના રોજ ધોરણ ૧૦ થી ૧૨ અને તારીખ 1. ફેબ્રુઆરી ના રોજ  ૯થી ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

ધોરણ ૬ થી ૮ ના વર્ગો 18 ફેબ્રુઆરીથી ચાલુ કરવા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે.

જેથી જામનગરમાં આવેલી ખાનગી તેમજ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ત્રણે ધોરણના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પરંતુ વાણી ગણમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ વચ્ચે વિદ્યાર્થીઓની પાંખી હાજરી સાથે સ્કૂલનો પ્રારંભ થયો છે.