- ફાયર સેફટી વગરની શાળાઓ પર તવાઈ જે શાળાએ પાસે ફાયર સેફટીના ઉપકરણ વસાવેલ નથી તેની માથે લટકતી તલવાર.
• ફાયર સેફટી નહી તો માન્યતા નહી : હાઈકોર્ટ.
રાજ્ય ફાયર સેફ્ટીના અમલ માટે થયેલી જાહેરહિતની અરજીમાં ગુરૂવારના રોજ ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કરતા જણાવેલ કે રાજ્યમાં ફાયર પ્રિવેન્શન અને સિસ્ટમ એક્ટ મુજબ ફાયર સેફટી નો ધરાવતી રાજ્યની 5199 સામે તાત્કાલિક પગલા લેવામાં આવે હાઈકોર્ટે શાળા સામે લાલ આંખ કરતા આદેશ કર્યો કે જો વહેલામાં વહેલી તકે ફાયર અંગેની ગાઈડ લાઈન નું પાલન કરવામાં નહિ આવે અને ફાયર સેફટી અંગેના ઉપકરણો વસાવવા નહીં આવે તે શાળાની માન્યતા રદ કરવામાં આવશે.
હાઈકોર્ટે કરેલ નિર્દેશ મુજબ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી.
1. શાળાઓ સેફ્ટીના મુદ્દે આગળ આવે.
2. સલામતી માટેના જરૂરી પગલાની જવાબદારી શાળા જાતે ઉપાડે.
3. શાળામાં ફાયરસેફ્ટી બહુ જરૂરી કોઈ બાંધછોડ નહીં.
4. શાળા કેન્ટીનમાં એલપીજી ગેસ હોવાના કારણે આ દુર્ઘટના ને નકારી શકાય નહીં.
5. મોટાભાગની સ્કૂલમાં બેસવાની બેન્ચ ટેબલ ખુરશી બારી દરવાજા લાકડાના
6. શાળાઓની લેબમાં જવલનશીલ પ્રવાહી હોય તેથી પણ દુર્ઘટનાની સંભાવના.
7. શાળાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભેગા થાય છે તેથી પણ જાનહાનિ સંભાવના નકારી શકાય નહીં.