Home Gujarat Jamnagar દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા...

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા.

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન મોરી, ઉપપ્રમુખ તરીકે રિધ્ધીબા જાડેજા વરાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા :

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ બુધવાર એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. 22 સભ્યની સંખ્યા ધરાવતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં બહુમતી 12 સભ્યો ભાજપના હોવાથી અંતિમ ઘડીના કોઈ નોંધપાત્ર સખડ- ડખડ વગર ભાજપના આગામી અઢી વર્ષના નવા સુકાની તરીકે રાજીબેન મોરીને પ્રમુખ અને રિદ્ધિબા જાડેજાને ઉપ-પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ- ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ સવારે 11 વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીનાના અઘ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા અને ચૂંટણી અધિકારીની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી નવા હોદ્દેદારોની આ ચૂંટણીમાં નવા વરાયેલા તમામ 22 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પૂર્વે બન્ને રાષ્ટ્રીય પક્ષો દ્વારા પોતાના આગામી ઉમેદવારો અંગેના ફોર્મ ગઈકાલે મંગળવારે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની આગામી બેઠક અનુસૂચિત જનજાતિ મહિલા અનામત હોવાથી અને તાજેતરની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર એવા ભાણવડની સણખલા બેઠક ઉપર વિજેતા બનેલા ભાજપના રાજીબેન વીરાભાઈ મોરી બિન હરીફ પ્રમુખ બની રહ્યા હતા. આ સાથે ગઈકાલે ભાજપ તરફે તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજાના પુત્રવધુ અને વર્તમાન સમસ્યા રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાનું નામ ઉપપ્રમુખ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફે વેજીબેન એભાભાઈ કરમુરનું ફોર્મ આવ્યું હતું.

આજની આ ચૂંટણીમાં બહુમતી મેળવી ભાજપના રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

આમ, એકંદરે શાંતિપૂર્ણ તથા કોઈ પણ વિવાદ વગર સંપન્ન થઈ ગયેલી આ સમગ્ર ચૂંટણી કાર્યવાહીની વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી સંપન્ન થયા બાદ અધિકારીઓ તથા ઉપસ્થિતોએ વિજેતાઓને અભિનંદન સાથે આગામી સમયમાં તેઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. પોલીસ દ્વારા પણ મજબૂત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી આગામી સમયમાં કરવામાં આવશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version