દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનો ઘાણવો : 56ની આંતરિક બદલી.

0
877

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં બદલીનો ઘાણવો : 56ની આંતરિક બદલી.

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગમાં સામુહિક બદલીનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. થોડા સમય પૂર્વે પોલીસ બેડામાં ફેરફાર બાદ તાજેતરમાં જિલ્લાના કોરોના સહીતની સુંદર કામગીરીને ધ્યાને લઈ, 103 પોલીસ કર્મચારીઓને આશરે બે માસ પૂર્વે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા હતા.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે બાબતને લક્ષમાં લઇ, ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા, સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા તાલુકા સહિતના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 56 પોલીસ કર્મચારીઓની જિલ્લામાં આંતરીક બદલી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત જિલ્લાના અનાર્મડ એ.એસ.આઈ., અનાર્મડ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, લોકરક્ષક પોલીસને પોતાના હાલના ફરજના સ્થળ પરથી તાકીદની અસરથી છૂટા થઈ, બદલીવાળી જગ્યાએ હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.