દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને રાજ્યના ગૃહવિભાગ તરફથી નવા વાહનોની ફાળવણી
દ્વારકાધીશ જગતમંદિર -શારદાપીઠ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમાં પુજારી દ્વારા પુજા અર્ચના કરવામાં આવી.
દ્વારકા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી નવા છ પી.સી.આર. વાન, પાંચ, મોબાઇલ વાન તેમજ આઠ બાઇકની ફાળવણી કરવામાં આવી છે.
ફાળવાયેલ આ તમામ વાહનોને દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં જિલ્લા પોલીસ વડાસુનીલ જોષી તેમજ ડીવાયએસપી અધિકારીગણની ઉપસ્થિતીમાં વાહનોનું શુભમુહુર્ત પૂજન અર્ચન શાસ્ત્રોકત વિધિ અનુસાર પુજારી પરિવાર દ્વારા કરાવ્યું હતું. આ ઉપરાંત દ્વારકાધીશના આશીર્વાદ સમાન દ્વારકાધીશનું ઉપરણુ આપી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
ફેળવાયેલ વાહનો પૈકી ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, એસ.સી.એસ.ટી. સેલના ડીવાયએસપી તથા મંદિરના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. સમીર સારડા, ડી.વાય.એસ.પી. ચેતન ખટાણા, એસ.ઓ.જી પી.આઇ.આઇ.ઉ એ.ડી.પરમાર, મંદિરના પી.એસ.આઇ જી.જે.ઝાલા તેમજ સ્ટાફને ફાળવવામાં આવ્યા હતા.
પોલીસ વિભાગને ફાળવાયેલ નવા વાહનો અંગે પુજારીઓને શુકન માટે પ્રસાદી આપી મીઠુ મોઢુ કરાવી ખુશી વ્યકત કરાઇ હતી.