Home Gujarat Jamnagar દુકાનદારે બેદરકારી દાખવી નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે આપતા બાળકની હાલત ગંભીર.

દુકાનદારે બેદરકારી દાખવી નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે આપતા બાળકની હાલત ગંભીર.

0

ઓખા: દુકાનદારી લાપરવાહી બાળક માટે ગંભીર બની.

દુકાનદારે બેદરકારી દાખવી નુકસાનકારક કલર સાથેનો સ્પ્રે આપતા બાળકની હાલત ગંભીર.

ખંભાળિયા: ઓખામાં રહેતા એક દુકાનદાર નંદલાલભાઈ જેઠાભાઈ સુરજ તથા નરેશભાઈ નંદલાલભાઈ સુરજ દ્વારા ગત તારીખ 29 માર્ચના રોજ ઓખામાં નવીનગરી વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ સોમાભાઈ તાવડીવાળાના નવ વર્ષીય પુત્ર મિતરાજને હોળી ધુળેટી રમવા માટે કલર સ્પ્રેની બોટલ આપવામાં આવી હતી.

ઉપરોક્ત વેપારીઓ દ્વારા આપવામાં આવેલા આ સ્પ્રેથી ઝેરી અસર થવાના કારણે નવ વર્ષિય બાળક મિતરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સારવાર આપી રહેલા તબીબો દ્વારા જણાવાયા મુજબ કલરના સ્પ્રેમાં ઝેરી તત્વ હોવાથી બાળકને વિપરીત અસર થઇ હતી.

આ બનાવ અંગે બાળકના પિતા ભાવેશભાઈ સોમાભાઈની ફરિયાદ પરથી દુકાનદાર દ્વારા પોતાના અંગત લાભ માટે કલરના સ્પ્રેની બોટલનું વેચાણ કરી, બેદરકારી દાખવવામાં આવતા પોલીસે બંને સામે આઇ.પી.સી. કલમ 284 તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઓખા પોલીસ મથકના એ.એસ.આઈ. બી.એસ. સુરાણી દ્વારા હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version