જોડિયા પંથકમાં પ્રેમીકાએ ફોન નહીં ઉપાડતા યુવાને કરી આત્મહત્યા.

0
393

જોડિયા પંથકમાં પ્રેમીકાએ ફોન નહીં ઉપાડતા યુવાનની આત્મહત્યા.

જામનગર : મૂળ દાહોદના વતની અને હાલ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ માં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નરેશ નારીયાભાઈ મોહનીયા નામના 22 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાન એ પોતાની વાડીમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યાર પછી મૃતદેહને અંતિમ ક્રિયા માટે તેના વતનમાં લઈ જવાયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાને આજ દોઢ માસ પહેલા જ એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ તેને અન્ય એક યુવતી સાથે પણ પ્રેમ હતો, અને તેની પ્રેમિકા ફોન ઉપાડતી ન હોવાથી મનમાં લાગી આવ્યું હતું, અને ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજયું છે. જોડીયા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.