Home Gujarat જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ-માંગણી કરતા યુવાનને ઝડપી...

જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ-માંગણી કરતા યુવાનને ઝડપી પાડતી બોટાદ LCB.

0

જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને બિભત્સ મેસેજ-માંગણી કરતા યુવાનને ઝડપી પાડતી  બોટાદ LCB.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.

બોટાદ એલસીબી પોલીસે એક યુવકની અટકાયત કરી છે. આ યુવકે જામનગર સહિત રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને હેરાન કરતો હતો. યુવક પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરની રાજ્યની 40 જેટલી મહિલા કાઉન્સેલરોને વોટ્સએપના માધ્યમથી બીભત્સ મેસેજ કરીને પરેશાન કરતો હતો. આ મામલે પોલીસે મહિલાઓને પરેશાન કરનાર ઇસમની ધરપકડ કરીને બોટાદનો એક તથા રાજકોટ સિટી ક્રાઈમના ત્રણ એમ કુલ ચાર ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બોટાદ તથા ગઢડા ખાતેના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ખાતેના મહિલા કાઉન્સેલરોને મોબાઇલના વોટ્સઅપ એપ્લિકેશન મારફતે એક શખ્સ બીભત્સ મેસેજ કરતો હતો અને બીભત્સ માંગણી કરતો હતો. આ ઉપરાંત વ્યક્તિ ગંદી ગાળો લખીને મોકલતો હતો. આ મામલે બોટાદ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.

આ ગુનાની ગંભારતાને ધ્યાનમાં રાખીને બોટાદના LCB પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામીએ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી ટેક્નિકલ સેલની મદદ લીધી હતી. વોટ્સએપ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાયેલા નંબરોની ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ વિગતો મેળવતા આ ગુના સંદર્ભે બોટાદ ખાતે રહેતા મહેશભાઇ કરશનભાઇ ઘાઘરેટીયા (ઉં.વ. 20)ની ધરપકડ કરી છે. મહેશ મૂળ રાણપુર તાલુકાના બુબાવાવ ગામનો રહેવાશી છે.

યુવકની પૂછપરછ કરતા તેણે ગુનાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે યુવક પાસેથી જુદી જુદી કંપનીના સીમકાર્ડ તથા મોબાઇલ નંગ-04 કિંમત 10,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે યુવકની આગવે ઢબે પૂછપરછ કરતા બોટાદ અને ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલરો સિવાય ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના આશરે 40 જેટલા મહિલા કાઉન્સેલરોને વોટ્સએપ મેસેજ કરી હેરાનગતિ કરી હોવાનું સ્વીકાર્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version