જામનગર શહેરમાં આત્મહત્યાના ત્રણ બનાવથી અરેરાટી.

0
869

જામનગર શહેરમાં આત્મહત્યાના ત્રણ બનાવથી અરેરાટી.

ભીમવાસમાં આર્થિક તંગીના કારણે યુવાનની આત્મહત્યા.

ગોકુલનગર વિસ્તારમાં યુવાનનો પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત.

ઢીંચડા રોડ પરથી સોસાયટીમાં અગમ્ય કારણસર યુવાને આયખું ટુંકાવ્યું

જામનગર: જામનગરના ભીમવાસમાં આર્થિક તંગીના કારણે યુવાને ફીનાઈલ પીધાં બાદ ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે તિપતિ સોસાયટી વિસ્તારમાં એક યુવાને કોઈકારણોસર ઝેરી દવા પી લઈ મોત મીઠું કરી લીધું હતું અને ગોકુલનગરમાં દારુ પીવા માટે પત્નીએ પૈસા નહીં આવતાં લાગી આવવાથી બિહારી યુવાને આપઘાત કરી લીધો હતો.

બીજો બનાવ: જામનગરના ગોકુલનગર, સાયોના શેરીમાં રહેતાં અને મૂળ બિહારના શાહપુર, સહજોલી ગામના વતની રાજેશ્ર્વરકુમાર હરીકિશન ચૌધરી (ઉ.વ.22) નામના યુવાન ભાડે મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતાં હોય અને મજૂરી કરીને ગુજનાર ચલાવતાં હતાં. દરમિયાન પોતાને દારુ પીવાની ટેવ હોય જેથી ગઈકાલ બપોરના સમયે દારુ પી ને પીધેલી હાલતમાં પોતાની પત્ની પાસે દારુ પીવા માટે પિયા માંગ્યા હતાં. પત્નીએ નહીં આપતાં લાગી આવ્યું હતું, સાંજના સુમારે મકાનમાં રુમનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની મેળે છતના પંખા સાથે ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ સંજુબેન રાજેશ્ર્વરકુમાર ચૌધરી દ્વારા સિટી ‘સી’ ડિવિઝનમાં કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

ત્રીજો બનાવ: જામનગરના ઢીંચડા રોડ, તિરુપતિ સોસાયટી પાછળ, પુષ્કર પાર્ક ખાતે રહેતાં રામાભાઈ વીરમભાઈ કારિયા (ઉ.વ.30) નામના યુવાને કોઈપણ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની જાણ માંડણભાઈ કારિયા દ્વારા સિટી ‘બી’માં કરવામાં આવતાં બનાવ પાછળનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ લંબાવાઈ છે.