Home Gujarat Jamnagar જામનગર શહેરની આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો-સગર્ભા માટેનો પ્રોટીન પાવડરની તસ્કરીનું કૌભાંડ.

જામનગર શહેરની આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો-સગર્ભા માટેનો પ્રોટીન પાવડરની તસ્કરીનું કૌભાંડ.

0

જામનગર શહેરની આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો-સગર્ભા માટેનો પ્રોટીન પાવડરની તસ્કરીનું કૌભાંડ.

આંગણવાડીના કુપોષિત બાળકો- સર્ગભાસ્ત્રીના પોષણ માટે આપવામાં આવતા પ્રોટીન પાઉડર ને બારોબાર વેચી મારવાનું કોભાંડનોં પર્દાફાસ.

આ સમગ્ર પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તો કઈક ને રેલો આવે તેમ છે અને કઈક ના તપેલા ચઢી જાપ તેમ છે.!

માણસો કોરોનાના આવા કપરા સમયમાં એક બાજુ લોકો મરી રહયા છે બીજી બાજુુ માણસો કમાવાનું છોડતા નથી.

આંગણવાડીમાં રાજ્ય સરકાર દ્વારા બાળકો- સર્ગભાના પોષણ માટે આપવામાં આવતા પ્રોટીન પાઉડર ની તસ્કરી.

જામનગર શહેરના મનપા ની ICDS હસ્તક ના આંગણવાડી માં રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા સ્ત્રી અને બાળકોને પોષણ માટે આપવામાં આવતા ટીએચઆર પ્રોટીન પાવડરની તસ્કરી કરતા આગણવાડી કાર્યકર રંગે હાથે પકડાઈ જતા અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.

દેશ દેવી ન્યુઝ ના પાસેના વિડીઓમાં (સ્ટિંગ ઓપરેશનમાં) જામનગર શહેરના સાત રસ્તા નજીક આવેલ આંગણવાડી માં સરકાર દ્વારા આપવામાં આવતા THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર નું બારોબાર ઢોર માલિકોને વેચાણ કરવામાં આવતું હોવાની લોક ફરિયાદ ઉઠવા પામેલ  હતી અને રાત્રીના ભાગે THR પ્રોટીન પાવડરની તસ્કરી નોં પર્દાફાસ થયો છે.!

રાજ્ય સરકાર દ્વારા નાના બાળકોને તથા સગર્ભા સ્ત્રી ના પોષણ માટે આપવામાં આવતા THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર ને બારોબાર ઢોર માલિકોને વેચી મારવાનું કૌભાંડ નો પર્દાફાશ કેમેરામાં કેદ થતા નાસભાગ મચી જવા પામેલ અને ભાગાભાગી અને માફા-માફીના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્ય સરકાર ના મહિલા  અને  બાળવિકાસ  વિભાગ દ્વારા આંગણવાડી હેઠળ જે કોઈ કુપોષિત બાળક, સગર્ભા સ્ત્રી,કિશોરી હોય કે આંગણવાડીમાં આવતાં નાના બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તેના માટે સરકાર દ્વારા ગ્રામ્ય – શહેરની દરેક આંગણવાડીને આઇસીડીએસ ના માધ્યમથી THR (ટેક હોમ રોશન) પ્રોટીન પાવડર નું વિતરણ કરવામાં આવતું હોય છે.

પરંતુ આ THR પાવડર ને ફરજિયાત બાળકોને તથા સગર્ભા સ્ત્રીને કિશોરીને આપવાની જગ્યાએ તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.

રાજ્ય સરકારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ત્રણ ભાગમાં વહેચણી કરેલ છે.જેમા ૬ માસથી ૩ વર્ષ સુધીના તમામ સામાન્ય અને અતિ ઓછા વજનવાળા બાળકો સગર્ભા સ્ત્રીઓ માતાઓ અને કિશોરી લાભાર્થીઓને પૂરક પોષણ આહાર તરીકે બાલશક્તિ માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ THR (ટેક હોમ રોશન) તરીકે આપવામાં આવે છે.

બાલ શક્તિ : છ માસથી ત્રણ વર્ષના વય જુથના બાળકો નું પોષણ સ્તર ઉંચુ લાવવા માટે જેમને પoo કિલો કેલેરી અને ૧ર-૧પ ગ્રામ પ્રોટીન મળી રહે તે માટે બાલ શક્તિ ના પ૦૦ ગ્રામ ના ૭ પેકેટ આપવામાં આવે છે અને અતિશય ઓછો વજન હોય તેને ૮૦૦ કિલોકેલેરી અને ૨૦-૨૫ ગ્રામ પ્રોટીન મળી  રહે માટે પoo ગ્રામના ૧૦ આપવામાં આવતા હોય છે.

માતૃશક્તિ : પૂરક પોષણ યોજના હેઠળ ધાત્રી માતાને ૬૦૦ ગેલેરી અને ૧૮-ર૦  પ્રોટીન મળી રહે માટે એક કિલોગ્રામ ના ચાર પેકેટ આપવામાં આવે છે.

પૂણાશક્તિ : યોજના હેઠળ કિશોરીઓને ૬૦૦ કેલરી અને ૧૮-૨૦ પ્રોટીન મળી રહે તેવા પૂર્ણ શક્તિ ના એક કિલોગ્રામ ના ચાર પેકેટ ટેક હોમ રેશન તરીકે આપવામાં આવે છે.

પરંતુ આ THR પાવડર ને ફરજિયાત બાળકોને તથા સગર્ભા સ્ત્રીને કિશોરી ને આપવાની જગ્યાએ તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version