Home Gujarat Jamnagar જામનગર : મોડી રાત્રે પાંચ યુવાનો પર ખુની હુમલોઃ એક ગંભીર

જામનગર : મોડી રાત્રે પાંચ યુવાનો પર ખુની હુમલોઃ એક ગંભીર

0

જામનગર : મોડી રાત્રે પાંચ યુવાનો પર ખુની હુમલોઃ એક ગંભીર

જામનગર : જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં ગત મોડી રાત્રીના પાંચ યુવાનો પર જુની અદાવતમાં  તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પાંચેય યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકની હાલત  ગંભીર હોવાનું જાણવા  મળ્યું છે.

જામનગરમાં  ગત રાત્રે 11 વાગ્યે રામેશ્ર્વરનગર વિસ્તારમાં બળદેવસિંહ ઉર્ફે લાલો સાહેબજી જાડેજા, ધનરાજસિંહ નવલસિંહ જાડેજા, હરપાલસિંહ ઝાલા, મેઘરાજસિંહ ઝાલા અને આદિત્ય બારોટ નામના ચાર યુવાનો પર પ્રદિપસિંહ મનુભા ચુડાસમા, રવિરાજસિંહ ગુલાબસિંહ જાડેજા, યોગરાજસિંહ ગુલાબસિંહ સોઢા, મયુરસિંહ તથા શકિતસિંહ સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને તલવાર વડે હુમલો કરી મારા મારી કરી હતી. આ બનાવમાં ચારેય યુવાનોને હાથ-પગ અને શરીરના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હરપાલસિંહ, મેઘરાજસિંહ અને આદિત્ય બારોટને આરોપી મેઘરાજસિંહએ છરી ના ઘા મારી દીધા હતા. જેમાં આદિત્યને પેટના ભાગે તથા મેઘરાજસિંહને જમણી બાજુના ખંભાના ભાગે તથા હરપાલસિંહને બાવળાના ભાગે ગંભીર ઇજાઅ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે આરોપીઓ પુવાનને મારવા માટે છરી સહિત ના હથીયારો સાથે હોસ્પિટલમાં ધુ્સી જતા હોસ્પિટલમાં થોડી ક્ષણો માટે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આ બનાવે જામનગરમાં સારી એવી ચર્ચા જગાવી છે જયારે સારવાર લીધા બાદ બળદેવસિંહ જાડેજાએ તમામ શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં  આઇપીસી કલમ 307, 323, 324, 325, 504, 506(2), 143, 144, 147, 148 અને જીપીએકટ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version