જામનગર મહાનગરનો મહાસંગ્રામ….તમામ પાર્ટીઓએ ૪૨૭ ફોર્મ ભર્યા.

જામનગર મહાનગરનો મહાસંગ્રામ....તમામ પાર્ટીઓએ ૪૨૭ ફોર્મ ભર્યા.

0
87

જામનગર મહાનગરનો મહાસંગ્રામ….તમામ પાર્ટીઓએ ૪૨૭ ફોર્મ ભર્યા….

જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠક માટે કુલ ૩૫૧ ઉમેદવાર દ્વારા ૪૨૭ ફોર્મ ભરાયા

ભાજપ ૬૪,

કોંગ્રેસ ૬૩,

આમ આદમી પાર્ટી પપ,

બસપા ૨૩

એનસીપી ૧૨ બેઠક પર મેદાનમાં આજે અંતિમ દિવસે ૩૪૦ ફોર્મ ભરાયા સૌથી વધુ ૩૫ ઉમેદવાર વોર્ડ નં.૧માં સૌથી ઓછા ૧૫ ઉમેદવાર વોર્ડ નં.૯ અને ૧૩માં ફોર્મ ભર્યા છે..

જામનગર કોર્પોરેશન ચૂંટણીમાં 5 પાર્ટીના ઉમેદવારોએ ભર્યા ફોર્મ…. ખરો જંગ કોંગ્રેસ ભાજપ વચ્ચે….

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નામાંકન ભરવાનો છેલ્લો દિવસ પૂર્ણ થયો છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ ચાર પાર્ટીઓ વચ્ચે જંગ જામશે જેમાં ભારતીય જનતા પાર્ટીના 64 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો કોંગ્રેસના 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જ્યારે એનસીપીના 12 ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના 55 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા છે…..

ભાજપ 64

કોંગ્રેસ 63

AAP 55

NCP 12

BSP  23

જામનગર મહાનગરપાલિકા માં 16 વોર્ડમાં 64 કોર્પોરેટરની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મોટા ભાગના પક્ષોએ આ ચૂંટણીમાં 50 ટકા મહિલાઓને ટિકિટ આપી છે તો સમગ્ર ચૂંટણીમાં સિનિયર સિટીજનની અવગણના થઈ છે કારણકે કોઈ પાર્ટીએ સિનિયર સિટીઝનને ટિકિટ આપી નથી..

• વોર્ડ નંબર 9માં કોંગ્રેસનું ફોર્મ રદ થયું….
જામનગર કોર્પોરેશન ઇલેક્શનમાં વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે..મહિલા ઉમેદવાર જોશનાબહેન સોલંકીનું ફોર્મ રદ થયું છે…પાંચ મિનિટ લેટ થતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે…જો કે કોંગ્રેસે લીગલ રજુઆત કરી છે….

• જામનગરમાં કુલ ચાર સ્થળે ફોર્મ સ્વીકારવામાં આવ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જામનગર શહેરમાં કુલ ચાર સ્થળે તમામ પાર્ટીના ઉમેડવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે….

(1)કલેકટર કચેરી

(2)પ્રાંત અધિકારીની કચેરી

(3)જિલ્લા પચાયત

(4)લેન્ડ રેકર્ડ કચેરી

• ફોર્મ ભરતી વખતે ઉમેદવારો સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા..

જામનગર માં જુદી જુદી ચાર જગ્યાએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવતા હતા જો કે કોરોના મહામારીને ભૂલીને જ્યાં જુઓ ત્યાં લોકોના ટોળા સભા સરઘસ સાથે પહોંચ્યા હતા અને તમામ પાર્ટીના ઉમેદવારો પોતના સમર્થકો સાથે ઉમટ્યા હતા જેના કારણે સોશિયલ distanceનું ભાન રહ્યું ન હતું….