Home Gujarat Jamnagar જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો…!

જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો…!

0

જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ સહાયક પર હુમલો કર્યો…!

જામનગર: જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે ચાર નંબરની બેરેકના કાચા કામના કેદી નજીર ઉર્ફે ગંઢાબાપુ તેમજ 6 નંબરની યાર્ડના કાચા કામના કેદી હિતેશ નરશીભાઈ બાંભણિયા બન્ને ઝઘડો કરી રહ્યા હતા. જેથી જુદા જુદા યાર્ડમાંથી અન્ય કેદીઓ પર આવીને એકત્ર થઇ ગયા હતા.

આ સમયે જેલના સહાયક અજયસિંહ પ્રભાતસિંહ જાડેજા દોડી આવ્યા હતા, અને તમામને છુટા પાડી પોતાની બેરેકમાં કેદીઓને જવા માટેનો આદેશ કર્યો હતો. જે દરમિયાન 6 નંબરની બેરેકમાં રહેલા જામનગરના વતની અને હત્યા કેસના એક ગુનામાં કાચા કામના કેદી તરીકે રહેલા સની શામજીભાઈ મકવાણાએ જેલ સહાયક સાથે જીભાજોડી કરી હતી. ત્યાર પછી ઝઘડો કરીને ઝપાઝપી કરી દીધી હતી, ઉપરાંત જેલ સહાયક ને ધક્કો મારી પછાડી દઇ તેના પેન્ટનું બટન તોડી નાખ્યું હતું, અને ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી આ મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

જેલ સહાયક અજય સિંહ પ્રભાતસિંહ જાડેજાએ જેલમાં કાચા કામના કેદી શનિ સામજી મકવાણા સામે ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 186, અને 504 મુજબ ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત જેલના અધિક્ષક પરાક્રમસિંહ જાડેજા દ્વારા કેદી સામે જેલના નિયમો મુજબ આગળની તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને જેલમાં કેદીઓને મળતી જુદી-જુદી સુવિધાઓ જેવી કે ટેલિફોન પર પરિવાર સાથે વાત કરાવી, ઇ મુલાકાત, કેન્ટીનની સુવિધા વગેરે બંધ કરી દેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version