જામનગર જિલ્લા જેલમાંથી સાદી કેદના 19 તથા સામાન્ય ગુન્હાના 13 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા.

0
456

જામનગર જિલ્લા જેલમાંથી સાદી કેદના 19 તથા સામાન્ય ગુન્હાના 13 કેદીઓને વચગાળાના જામીન પરમુક્ત કરાયા.

જામનગર : હાલમાં સમગ્ર વિશ્વ તથા ભારત દેશમાં કોવિડ-19 કોરોના વાયરસની મહામારીનો વ્યાપ વધ્યો છે. જેની ગંભીર અસર ગુજરાત રાજ્યમાં પણ વર્તાઇ રહેલ છે. જે અંતર્ગત નામદાર સુપ્રિમ કોર્ટ સુઓ મોટો રીટ પીટીશન અન્વયે હાઇ પાવર કમીટી (ઇં.ઙ.ઈ.)દ્વારા તા.12/05/2021ના રોજ લેવાયેલ નિર્ણય દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર તથા દેવભૂમિ દ્વારકા તથા સંબંધીત કોર્ટ અને અધિક્ષકશ્રી જામનગર જિલ્લા જેલના સહિયારા પ્રયાસથી જામનગર જિલ્લા જેલમાં રહેલ સી.આર.પી.સી. કલમ-125 હેઠળ સાદી કેદની સજા પામેલ ભરણપોષણના 19 કેદીઓ તથા માઇનોર ગુન્હાના કાચા કામના 13 આરોપીઓ મળી કુલ 32 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ છે.

જેલ મુક્ત થતા તમામ 32 કેદીઓનુ જેલના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે તેમજ આગામી દિવસોમાં પણ હાઇ પાવર કમીટી (ઇં.ઙ.ઈ.)ની ભલામણ મુજબ પાત્રતા ધરાવતા ધરાવતા કેદીઓ/આરોપીઓને મુક્ત કરવામાં આવશે તેમજ 07 વર્ષથી ઉપર અને આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીઓ પૈકી લાંબા સમય માટે પેરોલ રજા પર જવા માંગતા હોય, તેવા કેદીઓની અરજી મેળવી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગરનાઓને મોકલવામાં આવેલ છે તેમજ તાજેતરમાં કોવિડ-19 અન્વયે નકલી દવાઓ, ઇન્જેકશન, ઓક્સિજન તેમજ અન્ય આરોગ્યલક્ષી ચીજ-વસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી/કાળા બજારીના ગુન્હા સબબ જેલમાં રહેલ આરોપી/કેદીઓને આ લાભ મળવાપાત્ર રહેશે નહી તેમ અધિક્ષકશ્રી, જિલ્લા જેલ જામનગરની યાદીમાં જણાવાયું છે.