Home Gujarat Jamnagar જામનગર જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની...

જામનગર જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ.

0

ચોમાસા દરમિયાન જિલ્લામાં જાન માલની કોઈ નુકસાની ન થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવા સંબંધિત વિભાગોને જીલ્લા કલેક્ટરની સૂચના.

જામનગર જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ.

જામનગર, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.જેમાં ઉપસ્થિત રહેલ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા પૂર્વે રાખવાની તકેદારી વિશે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને રાહત અને બચાવના સાધનોની પૂર્વ ચકાસણી કરવા, જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો દૂર કરવા, જિલ્લાના આશ્રયસ્થાનોની ચકાસણી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવા, ગટર તથા વરસાદી વહેણની ચકાસણી કરી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, માછીમારોને સાવચેત કરવા, રેઇન ગેઇજની ચકાસણી કરવા,રસ્તાઓનું સમારકામ કરવા, રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવા, વરસાદી આંકડાઓ કંટ્રોલ રૂમ ખાતે સમયસર નોંધાવવા, તળાવોને ઊંડા ઉતારવા, ડેમ ઓવરફ્લો થવાના સંજોગોમાં તાત્કાલિક નદીકાંઠાના ગામોને સાવચેત કરવા, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહનોની યાદી તૈયાર કરવી, સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી બનાવવી, વીજ પુરવઠો ન ખોરવાય તે અંગેની વ્યવસ્થા કરવી, વાયર લેસ સેટ તથા વાયરલેસ ઓપરેટર ઉપલબ્ધ કરાવવા, આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવી, દવાઓની વ્યવસ્થા કરવી, પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવી, તાલુકા ગ્રામ્ય કક્ષાએ આપદા મિત્રો તૈયાર કરવા, જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, ઇંધણનો રિઝર્વ સ્ટોક રાખવો, ઘાસનો સ્ટોક ઉપલબ્ધ રાખવો, ગોદામોમાં અનાજ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવી, શાળાના મકાનોની ચકાસણી કરવી, વીજ લાઈનની ચકાસણી કરવી, વગેરે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી.આ તમામ વ્યવસ્થાઓમાં કોવિડ પ્રોટોકોલનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીપીન ગર્ગ અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર સરવૈયા, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, ફિશરીઝ વિભાગ, સિંચાઈ વિભાગ, પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, માહિતી વિભાગ, વન વિભાગ, ખેતીવાડી વિભાગ, આર.ટી.ઓ. તથા એસ.ટી.વિભાગ, શિક્ષણ વિભાગ, બી.એસ.એન.એલ, પોલીસ તથા હોમગર્ડ્સ વિભાગ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ વિભાગોને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.તેમજ વિભાગો દ્વારા હાલ કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version