Home Gujarat Jamnagar જામનગરમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું ‘રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ’ ધમપછાડા બાદ અંતે પોલીસ ફરીયાદ.

જામનગરમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું ‘રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ’ ધમપછાડા બાદ અંતે પોલીસ ફરીયાદ.

0

જામનગરમાં ‘રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ’

આખરે…સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલના ‘ઇન્જેકશન’ની અનિયમિતતા મામલે ફરિયાદ દાખલ

મૃત અને ડીસ્ચાર્જ થયેલ દર્દીઓને નામે ઇન્જેક્શન લેવાયાનું બહાર આવ્યું.

બે-ત્રણ દિવસ સુધી ઢાંકપીછોડા કામ ન આવતા આખરે પોલીસ જ ફરિયાદ બની.

ફરિયાદ દાખલ થતા હવે પોલીસ તપાસનો ધમધમાટ, નવા ફણગાં ફૂટે તો નવાઇ નહીં!

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગરના સીમાડે આવેલ નાઘેડી નજીકની સ્વામીનારાયણ કોવીડ હોસ્પીટલમા એસડીએમ આસ્થા ડાંગર ઉઢજઙ સહિત્તની ટીમ દ્વારા આ કોવિડ હોસ્પીટલમાં લાબા સમય સુધી એક એક રેકોર્ડની તપાસ કરતા હોય જમાંથી મહત્વપૂર્ણ જાણકારી બહાર આવી હતી જેમાં મૃત અને ડીસ્ચાર્જ થયેલ દર્દીઓને નામે ઇન્જેક્શન લેવાયાનું બહાર આવ્યું છે.

હાલ કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેકશન કોરોના દર્દી માટે સંજીવન સમાન હોય છે અને આ કપરીમાં પરિસ્થિતીમાં આવી દવા અંગે ખોટી માહિતી રજૂ કરવી સહિતની તપાસનો વિષય બની ગઇ છે.

છેલ્લા બે ત્રણ દિવસ સુધી આ અંગે ફરિયાદ દાખલ ન થતા શહેરમાં ચર્ચાનો વિષય બની હતી અને હવે છેવટે પોલીસ જ આ પ્રકરણમાં ફરિયાદી બની છે ત્યારે હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે, આ પ્રકરણમાં નવું અને વધુ કોઇ ફણગાં ફૂટે તો નવાઇ નહીં

પોલીસ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ, જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે શ્રી સ્વામીનારાયણ કોવીડ હોસ્પીટલમાં મરણ ગયેલ દર્દીના નામે રેમડેસીવિર ઇન્જેક્શન મેળવવા બાબતે તથા અન્ય ગેરરીતી બાબતે તા.06/05/2021 ના રોજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર (શહેર) અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારી શ્રી આસ્થાબેન ડાંગર તથા ટીમ દ્વારા રૂબરૂ હોસ્પીટલ ખાતે જઈ તપાસ કરતા મરણ ગયેલ દર્દીના નામે રેમડેસીવિર ઇન્જેક્શન મેળવવા બાબતે તથા હોસ્પીટલ ખાતે રેમડેસીવીર ઈન્જેકશનના ખોટી માહીતી આપેલ હોવાનુ જણાયેલ હોય

જે બાબતે  તા.06/05/2021 ના રોજ વિવિધ સમાચાર માધ્યમો મારફતે પ્રસારીત થયેલ સમાચાર બાબતે પોલીસ અધિક્ષકશ્રી, જામનગરનાઓ દ્વારા હુકમ કમાંક-8/ન્યુઝ બનાવ-કાર્યવાહી/3157/2021 તા.07/05/2021 થી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જામનગર ગ્રાામ્ય વિભાગ, જામનગરમાં પ્રસિઘ્ધ થયેલ સમાચાર બાબતે તપાસ કરવા હુકમ થયેલ હોય જે ફુકમ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જામનગર ગામ્ય વિભાગ, જામનગર દ્વારા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર (શહેર) અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારી આસ્થાબેન ડાંગર નાઓ પાસેથી તા.06/05/2021 ના રોજ તેઓએ હોસ્પીટલની લીધેલ વિઝીટ દરમ્યાન કરેલ રોજકામ તથા તપાસના કાગળો સાથેની માહિતી માંગતા જે આવેલ માહિતીમાં શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલ જામનગર ના જવાબદાર ડોક્ટર શ્રી કૈડીકારીયા તા.06/05/2021 ના રોજ લીધેલ નીવેદન તેમજ હોસ્પીટલના ઇન્ડેન્ટ પત્ર તથા આવેલ માહિતી જોતા શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલ જામનગર ખાતે તા.27/04/2021 ના રોજ કોરોના દર્દી રામચંદ મોહનલાલ મુલાણી દાખલ થયેલ અને તેઓનું હોસ્પીટલ ખાતે તા.03/05/2021 ના રોજ મરણ ગયેલ તેમ છતા આ દર્દીના નામે તા 04/05/2021 તથા તા.05/05/ર0ર1 તથા તા,06/05/202 ના રોજ રેમડેસીવિર ઇન્જેક્શનની માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ હતું.

બીજા દર્દી હરદિપભાઇ મેન્દપરા તા.03/05/2021 ના રોજ ડીસ્યાર્જ થયેલ હોય તેમ છતા તેઓના નામે ડીસ્યાર્જ થયા પછી પણ તા.04/05/2021 તથા તા.05/05/2021 તથા તા.06/05/2021 ના રોજ રેમડેસીવિર ઇન્જેક્શનની માંગણી કરેલ હતી.

ત્રીજા દર્દી બોબેન્દર સિંધ રાણાના ઇન્જેક્શનના ડોઝ તા.01/05/2021 ના રોજ પુર્ણ થઇ ગયેલ હોય તેમ છતા તેખોના નામે તા.04/05/2021 ના રોજ રેમડેસીવિર ઇન્જેક્શનની માંગણી કરેલ હોવાનું તા.06/05/2021 ના રોજ ઇન્ડેન્ટ ફોર્મમાં રેમડેસીવિર ઇન્જેક્શનનો હાથ ઉપરનો સ્ટોક નીલ બતાવેલ પરંતુ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર (શહેર) અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇન્જેક્સનની ફાળવણીના નોડલ અધિકારી નાઓની સ્થળ તપાસ દરમ્યાન 22 રેમડેસીવિર ઇન્જેક્શન હોસ્પીટલ ખાતે સ્ટોકમાં હોવાનું જાણમાં આવેલ છે.

કોરોના મહામારી સમયમા રેમડેસીવીર ઈન્જેકશાનની આવશ્યક ચીજ વસ્તુ હેઠળ ગણવામા આવેલ હોય તેમ છતા હોસ્પીટલના જવાબદાર ડોક્ટર કે.ડી કારીયા નાઓએ રેમડેસીવિર ઇન્જેક્શન મેળવવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર (શહેર) અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારીશ્રી સમક્ષ ખોટી માહિતી રજુ કરેલ હોય જેથી પ્રથમ દ્રષ્ટીએ પોલીસ અધિકારનો ગુન્હો બનતો હોય જેથી શ્રી સ્વામીનારાયણ કોવિડ હોસ્પીટલ ના જવાબદાર ડોક્ટર કે.ડી.કારીયા તથા તપાસમાં ખુલે તે વ્યક્તિઓ વિરૂઘ્ધ ઇ.પી.કો. કલમ 177 તથા ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ-પર તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ-3,7 મુજબ કાયદેસર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાઇ છે.

તા.06/05/2021 ના રોજ હોસ્પીટલની વિઝીટ તથા તપાસ કરનાર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી. જામનગર (શહેર) અને જામનગર જિલ્લાના રેમડેસીવિર ઇન્જેક્શનની ફાળવણીના નોડલ અધિકારી તથા તેઓની કમીટીના સભ્યો છે.

આ કેસની વતપાસ સી.એમ કાંટેલીયા (પો સબ. ઇન્સ-જામ પંચકોષી બી ડિવિ પો.સ્ટે-જામનગર) ચલાવી રહ્યા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version