જામનગરમાં માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો

0
172

જામનગરમાં માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગે સેમિનાર યોજાયો….

રિવાબા જાડેજા,ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની

• જામનગરમાં નોર્મલ ફી ભરી વિધાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્યૂશન કલાસીસ શરૂ કરાશે

જામનગરમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા તેમજ કોચિંગ ક્લાસીસના ગઢવી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા..

જામનગર  પંથકના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે અને ઉત્તીર્ણ થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા….

• ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

રાજ્ય સરકારે gpsc તેમજ પીએસઆઇ કોન્સ્ટેબલ અને રેવન્યુ ખાતામાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ભરવાની જાહેર કરી છે… ત્યારે જામનગર પંથકના વિદ્યાર્થીઓ મોંઘા ક્લાસીસમાં ટ્યુશન લઈ શકતા નથી અને નોર્મલ ફી આ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતી આપવામાં આવી છે અને આગામી દિવસોમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે….

• જામનગર પથકમાં વિધાર્થીઓ પણ હવે કલાસ નવ ટુ અધિકારી બની શકશે

અન્ય જિલ્લાઓની સરખામણીમાં જામનગર જિલ્લામાં સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી જેના કારણે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકતા નથી…..