જામનગરમાં પ્રિ-મોનસુન કામગીરી દરમ્યાન જામ્યુકોના એન્જીનીયર ઉપર કોન્ટ્રાકટરનો હુમલો : યુનિયન દ્વારા ધરણાંની ચમકી : કમિશનર બન્યા કાગળ ઉપર સિંહ.!

0
328

જામનગરમાં પ્રિ-મોનસુન કામગીરી દરમ્યાન જામ્યુકોના એન્જીનીયર ઉપર કોન્ટ્રાકટરનો હુમલો : યુનિયન દ્વારા ધરણાંની ચમકી.

જામનગર મહાનગરપાલિકામાં ફ્લેટના તાળા તૂટવા કે કર્મચારીને માર પડવો એ હવે સામાન્ય બાબત બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.!

કારણ કે કર્મચારી ઉપર થતા વારંમવાર હુમલાના બનાવ સામે સંસ્થાની ઉદાસીનતા અને કમિશનરશ્રીના મૌનથી કર્મચારી ઓ મા રોષની લાગણી ભભૂકી રહી છે.

જે સંસ્થા માટે કામગીરી કરવામાં આવતી હોય તેમાજ સલામતીનો અભાવના કારણે મનપાની આબરૂના લીરા ઉડી ગયા છે.! તેવામાં લુખ્ખાઓને મોકળું મેદાન અને પ્રોત્સાહન મળી રહ્યું છે. બીજી બાજુ આજરોજ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારી ઉપર થયેલા હુમલાને લઇ કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

કોન્ટ્રાકટર ધીરેન્દ્ર ફલિયા ઉપર પોલીસ ફરિયાદ કરવા એન્જીનીયરોને સુરક્ષા પ્રદાન કરવા જે.એમ.સી. ટેકનીકલ યુનિયનની માંગ.

જામનગર: જામ્યુકોની સોલીડ વેસ્ટ શાખાના મલય આર. ઠાકર (વર્ક આસી.) સોલીડ વેસ્ટ આજે ગુરૂવારે સવારના 10 વાગ્યે જવારનગર -1, પુલીયા પાસે કોન્ટ્રાકટર ધીરેન્દ્ર કે. ફલીયા દ્વારા પ્રિ – મોન્સુન કામગીરી ચાલતી હતી ત્યારે એન્જીનીયર વર્ક આસી. મલય ઠાકર દ્વારા કોન્ટ્રાક્ટરને વ્યવસ્થિત રીતે જુદા-જુદા ગાળામાંથી સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવતા તેઓ દ્વારા એન્જીનીયર સાથે ઉગ્ર બોલાચાલી કરી ગાળો ભાંડી તેમજ 3-4 ફડાકા મારી અને ધોકો લઇ મારવા દોડેલ હતા.

આ મામલે મનપાના કર્મચારીઓ અને અધિકારીઓની સલામતીને ધ્યાને લઇ સિકયોરીટી શાખા દ્વારા કોન્ટ્રાકટર ધ્વારા ધીરેન્દ્ર કે. ફલીયા સામે જુદા જુદા કલમો હેઠળ ફરિયાદ નોંધાવી

આ કોન્ટ્રાકટર સામે સામે કડક પગલા લેવાની માંગ ટેકનીકલ યુનિયન દ્વારા કરવામાં આવી છે.

આ મામલે જે.એમ.સી. યુનિયનના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આ મામલે તાકીદે કમિશ્નરને પત્ર પાઠવી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવે છે અને જો કોઈ ઉચિત કાર્યવાહીના થાય તો આવતીકાલે સવારે 11 થી 3 વાગ્યા દરમ્યાન કમિશ્નર ચેમ્બર બહાર યુનિયનના હોદેદારો ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.