Home Gujarat Jamnagar જામનગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તાકીદની બેઠક યોજતા મેયર.

જામનગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તાકીદની બેઠક યોજતા મેયર.

0

જામનગરમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તાકીદની બેઠક યોજતા મેયર.

લોકો વર્તમાન પરિસ્થિતીથી બિનજરૂરી રીતે ગભરાય નહીં, તંત્રને સાથ સહકાર આપે: બીનાબેન કોઠારી

જામનગર: હાલની કારોના વૈશ્વીક મહામારી પુરા વિશ્વમાં ફેલાયેલ છે, તેના અટકાયતી પગલાએ લેવાના ભાગરૂપે લોકોના આરોગ્યની સુખાકારી માટે મહાનગરપાલિકાની સ:વિશેષ જવાબદારી થાય છે,

ત્યારે મહાનગરપાલિકા નવનિયુકત મેયરશ્રી બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને તા.19/3/ર1ના રોજ મેયરશ્રીની ચેમ્બરમાં આરોગ્ય શાખાના અધિકારીશ્રી તેમજ ડે.કમિશ્નરશ્રીની હાજરીમાં એક તાકીદની મિટીંગનું આયોજન કરવામાં આવેલ.

મિટીંગમાં ચર્ચા દરમ્યાન આરોગ્ય શાખાની કામગીરી અંગે જણાવેલ કે,અત્યાર સુધી તા.18/3/ર1ની પરિસ્થિતીએ 60(સાંઈઠ) વર્ષથી ઉપરની ઉમરના સિનીયર સિટીઝનોને 1449 તથા 45 થી 59 વર્ષે સુધીના 2022 લોકોએ વેક્સીનેશન કરાવેલ છે.

દરેક ચુંટાયેલ સભ્યશ્રી પોતાના વોર્ડ વિસ્તારમાં જે 60 વર્ષથી ઉપરના નાગરિકો વસવાટ કરે છે, તેને વેકસીનેશન લેવડાવવા માટે કાઉન્સીલીંગ કરી વેકસીનેશન સુરક્ષીત છે, તે અંગે લોકોને વધુ જાગૃત કરવામાં આવશે.

શહેરના જે વિસ્તારમાં સતત અતિ ભીડભાડ રહેતી હાય તેવા જાહેર સ્થળોએ સતત મોનીટરીંગ કરવા તેમજ આવા જાહેર સ્થળોએ લોકો સોશ્યલ ડીસ્ટેન્સનું પાલન કરે તે માટે લોકોના પણ જરૂરી સહકાર માંગવા, અને બિન જરૂરી લોકોમાં કોઈ ભય ન ફેલાય અને લોકોનું આરોગ્ય વધુ સારી રીતે જળવાય તે રીતે કામ કરવા અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવેલ.

આ ઉપરાંત રેલ્વેસ્ટેશન તેમજ એરપોર્ટ પર બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા વ્યવસ્થા ગોઠવવા તેમજ બહારથી આવતા લોકોને સાથોસાથ હેરાનગતિ ન થાય તે અંગે સુચના આપવામાં આવેલ.

આ ઉપરાંત વૃધ્ધાશ્રમોમાં રહેતા દરેક સિનીયર સીટીઝનોને વેકસીનેશન આપવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકામાં અલગ-અલગ શાખામાં કામ અર્થે આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી.

શહેરના પ્રથમ નાગરિક તરીકે લોકોને અપીલ કરવામાં આવે છે કે,લોકો વર્તમાન પરિસ્થિતીથી બિનજરૂરી ગભરાશો નહિં, સરકારશ્રીની વખતો વખતની ગાઈડ લાઈનનું પાલન કરવા, સોશ્યલ ડીસ્ટેન્સ રાખવા,વારવાર હાથ સાબુથી ધાવા,બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા, તેમજ જે લોકો અન્ય શહેરો કે રાજયોમાંથી આવતા હોય તેઓને કોવીડ ટેસ્ટ કરાવવા મહાનગરપાલિકા પરિવાર વતી અપીલ કરવામાં આવે છે.

આ ઉપરાંત બાકી રહેતા’ સિનીયર સીટીઝનોએ તેમજ કોમોરબીડીટી ધરાવતા 45 થી 59 સુધીની ઉમરના લોકોએ પણ વેક્સીનેશન કરાવવા જાહેર નમ્ર અપીલ કરવામાં આવે છે.

ઉપરોકત મિટીંગમાં મેયરશ્રી બીનાબેન કોઠારી,ડે.મેયરશ્રી તપનભાઈ પરમાર, સ્ટે.કમિટી ચેરમેનશ્રી મનીષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતાશ્રી કુસુમબેન પંડયા,દડકશ્રી કેતનભાઈ ગોસરાણી,ડે.કમિશ્નરશ્રી વસ્તાણી સાહેબ, આરોગ્ય અધિકારીશ્રી ડો.ત્શ્જુતાબેન જોષી, ડો.પંચાલભાઈ, વિગેરે ઉપસ્થિત રહેલ.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version