Home Gujarat Jamnagar જામનગરમાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા યુવાનને માર માર્યાની ફરિયાદ.

જામનગરમાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા યુવાનને માર માર્યાની ફરિયાદ.

0

જામનગરમાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા યુવાનને માર માર્યાની ફરિયાદ.

જામનગર: જામનગર સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અફજલ મહમદ હનીફ સમા, ઉ.વ. 25 રે. કાલાવડ નાકા બહાર હાપા રોડ, મકવાણા સોસાયટી જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે

કે, તા.17-6-21ના ફરીયાદી અફજલ એ આરોપી સર્ફરાજ મુબારક બાદશાહ ઉર્ફે જર્મન રે. જામનગરવાળાને અગાઉ ઉછીના પૈસા આપેલ હોય જે પરત માંગતા આરોપી સર્ફરાજ એ ફરીયાદી અફજલને ભુંડી ગાળો આપી લાકડાના ધોકા વડે જમણા હાથની કોણીમાં ફેકચર કરી વાસાના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા સબબ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઇ છે.

 

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version