જામનગરના સત્યમ અંડરબ્રિજ પાસેથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો ૯ પંટરના નામ ખુલતા ફફડાટ.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી પોલીસે ક્રિકેટનો ડબ્બો પકડી પાડી ટીવી મોબાઈલ રોકડ સહિત થઈ 26800 ની માતા કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે આઈપીએલ મેચ પર રમાઇ રહેલા જુગારમાં નવ પંટર ના નામ ખુલ્યા છે.
શહેરના સત્યમ બ્રિજ પાસે મયુર પાર્કમાં રહેતા મહિપત વાઘેલા ઉમર વર્ષ 49 નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે શનિવાર રાત્રે દરોડો પાડતા મહિપત પોતાના મકાનમાં ભારતમાં રમાયેલી આઈપીએલ 20 – 20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ ટીવી માં નિહાળી મોબાઇલ ફોનથી રણફેર અને મેચના હારજીત ના પરિણામ પર ક્રિકેટ નો ડબ્બો ચલાવતા રંગેહાથે ઝડપી લીધો હતો
પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂ.11800 ટીવી મોબાઇલ સહિત 26800ની મતા કબજે કરી હતી દરોડા દરમિયાન અસલમ, કિશન ઉર્ફે ભૂરો, રમેશ, દેવેન્દ્ર, પટેલ, સેનીલ, પ્રફુલ, જીગો, નામના શખ્સના નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આમ ક્રિકેટ ના ડબ્બા ઉપર પોલીસ ધોસ બોલાવી રહી છે ત્યારે મેચ પર જુગાર રમતા સટોડિયા માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ડબ્બા સંચાલકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે