જામનગરના ધરારનગરમાં સામાન્ય બાબતે બબાલ
ચાર યુવાન ઉપર હુમલો : મહિલા સહિત પાંચ સામે ફરિયાદ.
જામનગર: જામનગરમાં ધરાનગર-1 માં રહેતો અને ઈંડા નો વેપાર કરતા સલીમ હોથીભાઈ નોતિયાર નામના 28 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના નવાજ, મામદ, કાસમ, તેમજ અનીશ ઉપર છરી ધોકા પાઇપ અને પથ્થર વડે તેમજ સોડા બાટલી ના ઘા કરી ઇજા પહોંચાડવા અંગે સામાજૂથ ના અકીલ યાસીન, સાહિલ યાસીન સફીયા, યાસીન સફિયા, અને યાસીન ભાઈ તેમજ યાસીન ની પત્ની વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આરોપી અકીલ ની બહેન નું નામ લેવાના પ્રશ્ને બંને જૂથ વચ્ચે તકરાર થઈ હતી, એને મારી બેન નું નામ શું કામ લીધું છે, તેમ કહી પાંચેય આરોપીઓએ હિચકારો હુમલો કરી દીધો હતો.
જેમાં મામદ કાસમની હાથની નસ કપાઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. આ સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મારામારીના બનાવ પછી ધરાનગર વિસ્તારમાં અને જી.જી.હોસ્પિટલમાં તંગ વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.