ચકચારી ગુજસીટોકમાં વધુ એકનું નામ ખુલ્યુ.
જામનગરના ભૂમાફિયા મહેશ પટેલના નેટવર્ક ને તોડવા માટે ખાસ પોલીસની ટીમ દ્વારા ગુજસીટોકનો ગુનો નોંધી અત્યાર સુધીમાં ૧૨ શખ્સો ને ઝડપી પાડયા છે તેમાં ભૂમાફિયા સહિત ત્રણ શખ્સો ફરાર છે જેમાં વધુ એક શખ્સનું નામ ખુલતા આરોપીનો આંક ૧૬ થયો છે.
જામનગરમાં જયેશ પટેલના ક્રાઈમ નેટવર્કને તોડવા માટે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.
જેમાં જયેશ પટેલ અને તેની ગેંગ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપી તરીકે ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, બિલ્ડર નીલેશ ટોલિયા, મુકેશ અભંગી, પ્રફુલ પોપટ, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, જીમ્મી આડતિયા, યશપાલ અને જસપાલસિંહ જાડેજા બંધુઓ, પ્રવીણ ચોવટિયા સહિતના ૧૨ સખ્સોની જેતે સમયે ધરપકડ કરી હતી.
ત્યારબાદ વકીલ વીએલ માનસતા અને અનીલ ડાંગરિયાની પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસે પાંચ કરોડની રીકવરી પણ કરી લીધી છે. આ ઉપરાંત જયેશ સહિતના આરોપીઓની મિલકતનો સર્વે કરી ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં વધુ એક સખ્સ એવા મહેશ છૈયાની સંડોવણી ખુલતા હાલ તેને ફરાર જાહેર કરેલ આ કેસના તપાસનીસ ડીવાયએસપી નિતેશ પાંડે સહિત ની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે કેસમાં અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ થવા પામી છે.
આ કેસના મુખ્ય આરોપી ભૂમાફિયા જયેશ પટેલ પણ લન્ડન માં પકડાઈ ચૂકેલ છે જેને ભારત લાવવા માટે કાનૂની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે આ કેસમાં બે શખ્સો રમેશ અભંગી અને સુનીલ ચાંગાણીનો પતો પોલીસ મેળવી શકી નથી તેમા ચોથો આરોપી મહેશ છૈયાને ફરાર જાહેર કર્યો છે.