ચોમાસા પહેલા ‘જામ્યુકો’ હરકતમાં આવ્યું : શહેરની ભયજનક/જર્જરીત ઇમારોતના સલામતી સર્ટીફીકટ લેવા આદેશ.

0
255

ચોમાસા પહેલા ‘જામ્યુકો’ હરકતમાં આવ્યું : શહેરની ભયજનક/જર્જરીત ઇમારોતના સલામતી સર્ટીફીકટ લેવા આદેશ.

કોઈપણ પરિસ્થિતીને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇમારતોના ભોગવટો કરનાર આસામી આસામી/ માલિકની રહેશે.

જામનગર: ધી જી.પી.એમ.સી. એકટ-1949 ની કલમ નં.264 મુજબ જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે ટાઉન પ્લાનીંગ શાખાના વોર્ડ એન્જીનીયરો ધ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગોનો સર્વે કરી આ ભયજનક ઈમારત/ ઈમારતોનો ભાગ સેઈફ સ્ટેજે લાવવા કે દુર કરવા અંગે નોટીસો ઈસ્યુ કરી ભયજનક બાંધકામ/ બાંધકામના ભાગને સેઈફ સ્ટેજે સ્વખર્ચે લાવવા માટે કામગીરી કરવામાં આવેલ છે.

આ જાહેર નોટીસથી વર્ષ : 2021 ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવા જામનગર મહાનગરપાલિકાની હદ-વિસ્તારમાં આવેલ ભયજનક/ જર્જરીત ઈમારતો કે ઈમારતોના ભાગમાં રહેઠાણ કરનાર તમામ આસામીઓને તાત્કાલિક બાંધકામને સેઈફ સ્ટેજે લાવી જામનગર મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જીનીયર પાસેથી સ્ટેબીલીટી અંગેનું સર્ટીફીકેટ મેળવી ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવું. અન્યથા કોઈપણ કુદરતી હોનારત, ભારે વરસાદ, આકસ્મિક બનાવો, આગ લાગવાની ઘટનાઓ કે અન્ય કોઈપણ પરિસ્થિતીને લીધે જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઇમારતોના ભોગવટો કરનાર આસામી આસામી/ માલિકની રહેશે, જેની લગત આસામીએ નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે, જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા તમામ આસામીઓને પણ પોતાની રહેણાંકની આસપાસ જો આવી કોઈ ભયજનક કે જર્જરીત ઈમારતો આવેલ હોય તો ટાઉન પ્લાનીંગ શાખાને તુરંત તેની લેખિતમાં જાણ કરવાની રહેશે. જેની દરેકએ નોંધ લેવા વિનંતી.

સીટી એન્જીનીયરીંગ, ટાઉન પ્લાનીંગ શાખા-જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.