ગુલાબનગર શાકમાર્કેટની જગ્યા મનપાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ૧.૪૬ કરોડમાં ખાનગી પાર્ટીને વેચી મારતા ચકચાર.!

0
490

સ્ટેન્ડિંગ કમિટીએ સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષા સાથે વેચાણ અને લીલી ઝંડી આપી દેતા શંકા સાથે અનેક સવાલ ઉઠ્યા છે.!

ગુલાબ નગર શાકમાર્કેટ જનરલ બોર્ડની મંજૂરી વગર થઈ બાયપાસ.!

વર્ષ ૨૦૦૯ માં ૨૨ લાખના ખર્ચે બનાવેલ શાકમાર્કેટ શરૂ ન થઇ અને બાર વર્ષ સુધી શોભાના ગાંઠિયા સમાન પડી રહી.

જામનગર ગુલાબનગર વિસ્તારમાં શાકભાજીના ધંધાર્થીઓ જાહેર માર્ગ પર ઉભા રહેતા હોય તેથી ટ્રાફિક સમસ્યા નિવારવા જામનગર મહાનગર પાલિકાએ વર્ષ ૨૦૦૯ માં ૨૨ લાખના ખર્ચે ૪૮ ગાલાની શાકમાર્કેટ બનાવી હતી.

આ માટે ત્રણથી ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પરંતુ કોઈ ભાવ આવ્યા ન હતા નવાઈની વાત એ છે કે રoo૯ થી ર૦ર૦ એટલે કે બાર વર્ષ સુધી શાકમાર્કેટ એક વખત પણ ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન પડી રહી આથી મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ જનરલ બોર્ડમાં મંજૂરીની અપેક્ષા સાથે શાકમાર્કેટ ખાનગી પાર્ટીને વેચવાનો નિર્ણય કર્યો હતો.

આથી મનપા દ્વારા નિયમ અને ડીપીએલસી ની જોગવાઈ મુજબ જંત્રીના વધુ ભાવ અનુસાર ૪૭૮૮ ચોરસ ફૂટ જગ્યાની હરાજી કરવામાં આવતા બે પાર્ટી ના ભાવ આવ્યા હતા જેમાં વધુ રૂપિયા ૧.૪૩ કરોડ બોલનાર ખાનગી પાર્ટીને આ જમીન એક ચોરસ ફૂટના ૩૦૪૯ લેખે આપવામાં આવેલ.

જામનગર મહાનગરપાલિકાએ જનરલ બોર્ડની મંજૂરી વગર ગુલાબ નગર શાકમાર્કેટ ની જગ્યા ૧.૪૬ કરોડ માં વેચી મારતા ભારે ચર્ચા જાગી છે.!