ગુજરાતમાં દેશનું સૌ પ્રથમ ગાય આધારિત કોવિડ આઇસોલેશન કેન્દ્ર શરૂ.

0
501

ઉત્તર ગુજરાતમાં દેશનું સૌ પ્રથમ ગાય આધારિત કોવિડ આઇસોલેશન કેન્દ્ર શરૂ.

ગો આધારિત કોવિડ હોસ્પિટલમાં અત્યારે તો 40 બેડ રાખવામાં આવ્યા છે. જો દર્દીઓ વધશે તો 100 જેટલા બેડ ઉમેરવામાં આવશે.

ગાંધીનગર: ઉત્તર ગુજરાતના ટેટોડામાં આવેલ ગૌશાળામાં ગો આધારિત દેશના પ્રથમ કોવિડની સારવારની શરૂઆત થઈ છે. કોવિડના દર્દીઓને 5 હજાર ગાયોની વચ્ચે ગો આધારિત ઔષધિઓ અને મંત્રોચ્ચારથી સારવાર કરાશે.

ગુજરાતમાં કોરોનાં કહેર વધી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા એલોપેથીકની સાથે સાથે આયુર્વેદનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગોધામ પથમેડાની ટેટોડા ગૌશાળામાં દેશનું પ્રથમ વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ કોવિડ આઇસોલેશન કેન્દ્ર શરૂ કરાયું છે.
આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને ગો આધારિત અને આયુર્વેદ આધારિત ઔષધિઓથી સારવાર આપવામાં આવશે. ગો આધારિત કોવિડ હોસ્પિટલમાં અત્યારે તો 40 બેડ રાખવામાં આવ્યા છે. જો દર્દીઓ વધશે તો 100 જેટલા બેડ ઉમેરવામાં આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે જો કોઈ દર્દીને ઓક્સિજનની જરૂર પડશે તો ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગો આધારિત કોવિડ સેન્ટરમાં 5000 ગાયોની વચ્ચે દર્દીઓ માટે એક હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલની ચારે બાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે તે ઉપરાંત હોલની અંદર કુલર અને પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે જેથી દર્દીને ગરમી પણ ન લાગે. તે ઉપરાંત હોલની અંદર ગાયના છાણથી લીપવામાં આવ્યું છે.

કોરોના ના દર્દીઓને પંચગવ્ય થેરાપી દ્વારા એટલે કે ગાયના દૂધ, ઘી, ગોમૂત્ર અને ગોબરમાંથી બનેલ ઔષધિઓ દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવશે.

ગો શાળા દ્વારા બનાવામાં આવેલ પંચગવ્ય કીટ દ્વારા પણ કોવિડના દર્દીની સારવાર થશે. દર્દીઓને ગો મૂત્રમાંથી બનાવેલ ઔષધિઓથી નાસ અપાશે. પંચગવ્ય ગ્રીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. વિવધ પ્રકારના ઉકાળાઓની સાથે ગો આધારિત ખેતીથી પકવેલ અનાજ અને મસાલાઓનો ઉપયોગ વાળું ભોજનમાં દર્દીઓને આપશે.

કોવિડના દર્દીઓ માટે ઓરિસ્સાથી ખાસ પ્રકારની હલદી મંગાવવામાં આવી છે જેનો ઉઓયોગ દર્દીને સાજા કરવા માટે થશે. તે ઉપરાંત દર્દીઓ મનત્રોચ્ચાર વડે વિશેષ સારવાર અપાશે. ધૂપ અને યજ્ઞ વડે વાતાવરણને પવિત્ર બનાવમાં આવશે. આ હોસ્પિટલ માટે ફિઝિશયન ડોકટર સાથે 10 મેડિકલ સ્ટાફ હજાર રહેશે અને વિના મૂલ્યે કોવિડના દર્દીઓને સારવાર આપશે.