ગુજરાતની વધુ એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગમાં 18 મોત અનેક દાજ્યા ન્યાયીક તપાસના આદેશ.

0
824

ગુજરાતની વધુ એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગમાં 18 મોત અનેક દાજ્યા ન્યાયીક તપાસના આદેશ.

પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ : મુખ્યમંત્રીએ મૃતકોનાં વારસને 4 લાખની સહાય જાહેરાત કરી
ભરૂચ : રાજ્યમાં વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. મૃતકોમાં દર્દી અને સ્ટાફનો સમાવેશ તાય છે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી કોવિડના દર્દીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી રહી હતી. ગત મધ્યરાત્રિએ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ પ્રસરી ગઈ હતી. આ આગ શોર્ટ સર્કિટ અથવા તો ઑક્સીજન લીકેજના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ત્યારે આગ લાગતા આઈસીયુના દર્દી નર્સ સહિત 18 વ્યક્તિનાં કરૂણ મોત થયા હતા જ્યારે અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આઈસીયુમાં વેન્ટિલેટર સહિતનો સામાન જે પ્રકારે બળેલી હાલતમાં જોવા મળે છે તેને જોતા આગની ભયાનકતાનો ચિતાર મળી શકે છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ આઈસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજ્યનાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વીટર પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

રાજ્યમાં વધુ એક કોવીડ હોસ્પિટલ આગની ઝપટમાં આવી ગઈ છે. ભરૂચ શહેરની પટેલ વેલફેર કોવીડ હોસ્પિટલનાં કોવીડ આઈસીયું વોર્ડમાં આગ લાગવાની ઘટના સામે આવતાં 18 વ્યક્તિનાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલો છે જ્યારે અનેક વ્યક્તિઓ આગના કારણે દાજ્યા છે. આ દર્દીઓમાં 16 દર્દી હતા જ્યારે બાકીના સ્ટાફનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય દર્દીઓ આગના કારણે દાજ્યા છે. આગ મોડી રાતે લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવાર પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યુ છે અને ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના વારસને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર આઇ એ એસ અધિકારીઓ શ્રમ રોજગાર ના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશનર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ત્રેશન રાજકુમાર બેનીવાલ ને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવા ના આદેશ કર્યા છે.