Home Gujarat ગામડામાં રહેતાં પટેલ પરિવારના ઘરે પોલીસના દરોડા, 3.25 કરોડ રૂપિયા રોકડા મળી...

ગામડામાં રહેતાં પટેલ પરિવારના ઘરે પોલીસના દરોડા, 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા.

0

ગામડામાં રહેતાં પટેલ પરિવારના ઘરે પોલીસના દરોડા, 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા.

આણંદ જિલ્લાનાં ખંભાતમાંથી એક આશ્ચર્ય ચકિત કરનારી ઘટના સામે આવી છે. ગામડામાં રહેતા એક પટેલ પરિવારના ઘરે અચાનક આવી ચઢેલી પોલીસે દરોડા પાડતા થોડા ઘણા નહી પરંતુ 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આ રૂપિયા અંગે પોલીસે પટેલ પરિવારના મોભીને આવકના સ્રોત અંગે પૂછતાછ કરી હતી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા આખરે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જોકે, સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.

ગુજરાતના બગીચા તરીકે ઓળખાતું ચરોતર આર્થિક રીતે સુખી સંપન્ન છે તેમાં બે મત નથી. અહીંયા તમાકુના ઉત્પાદન અને વિદેશો સાથેના વ્યવહારોના કારણે આર્થિક રીતે સમૃદ્ધ લોકોનો મોટા પ્રમાણમાં વસવાટ છે.

જિલ્લાના અનેક ગામમાં બેંકો પાસે કરોડોની થાપણો પડી છે અને તેના દાખલા દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા છે પરંતુ તેવામાં પણ ગઈસાલે આણંદના ખંભાતના ખરરાપાટમાં એક ચકચારી ઘટના ઘટી છે.

અહીંયા અમદાવાદી ખડકીમાં રહેતા રાજેશ પટેલના ઘરે ગઈકાલે આણંદ એસઓજીએ બાતમીના આધારે દરોડા કર્યા હતા. આ દરોડામાં રાજેશ પટેલના ઘરમાંથી રૂપિયા 3.25 કરોડની બિન-હિસાબી રોકડ મળી આવી હતી. પોલીસે તેમને આવકના સ્રોત અંગે પૂછ્યું હતું ત્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. આખરે જિલ્લા પોલીસ વડા રાજીયનને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે સીઆરપીસીની કલમ 102 અંતર્ગત રોકડા રૂપિયાનો કબ્જો લઈને ગુનો નોંધ્યો છે.

પોલીસે ગુનો નોંધી અને ઇનકમટેક્સ વિભાગને સંબંધિત રોકડ અંગે માહિતી આપી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ રાજેશ પટેલ સુખી સમ્પન પરિવારનાં છે.

તેઓ વ્યવસાયે ખેડૂત કમ કેમિકલ કંપનીમાં ભાદીગાર છે અને તેમનો પુત્ર લંડનમાં રહે છે ત્યારે આ પૈસા બિનહિસાબી હોવાના કારણે પોલીસે કાર્યવાહી કરી છે. હવે આ મામલે આગામી સમયમાં આયકર વિભાગની તપાસમાં પૈસાના સ્રોત વિશે શું તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું.પોલીસ રાજેશ પટેલના ઘરેથી 500 અને 2000 રૂપિયાના બંડલો વિમલના થેલામાં ભરીને અને અન્ય એક થેલામાં ભરીને લઈ આવી હતી. આટલી મોટી રકમ રોકડમાં એક સાથે જોઈને પોલીસના જવાનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમના માટે પણ આ ચર્ચાનો વિષય બન્યો હતો.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version