ખંભાળીયા ખાતે શિક્ષકને માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના બનાવમાં પોલિસ કર્મચારીને 2 વર્ષની કેદની સજા તથા રૂ.૧૫૦૦નો દંડ ફટકારતી કોર્ટ

0
314

*ખંભાળિયા*

*ખંભાળીયા ખાતે શિક્ષકને માર મારી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના બનાવમાં 2 વર્ષની કેદની સજા તથા રૂ.૧૫૦૦નો દંડ ફટકારતી કોર્ટ*

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ખંભાળીયા ખાતે વર્ષ 2019માં ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ પાસે ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મચારીઓ આરોપી નિલેશ સુકાભાઇ ગોજીયા, પો.કો. ખંભાળીયા પોલીસ સ્‍ટેશન તથા ભીમશી મુરૂભાઇ ગોજીયા, પો.કો.ખંભાળીયા પોલીસ સ્‍ટેશનનાઓએ આ કામના ફરિયાદી અને વડત્રા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્નિનભાઇ મોહનભાઇ જોશીને ઉપરોકત પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારી, બળજબરીપૂર્વક રૂ.૧૦,૦૦૦ પડાવી લેવા બાબતની થયેલ ફરિયાદ અંગેનો કેસ અત્રેની ચીફ જયુડીશ્યલ મેજીસ્‍ટ્રેટ કોર્ટ,(શ્રી ડી.જે.પરમાર સાહેબની કોર્ટ ખંભાળીયા)માં ચાલી જતાં, નામ. કોર્ટે ઉપરોકત બન્‍ને આરોપી પોલીસ કર્મચારીઓને ઇ.પી.કો.કલમ 387 અને 114ના ગુનામાં તકસીરવાન ઠરાવી પ્રત્‍યેક આરોપીને 2 વર્ષની સાદી કેદ તથા રૂ.1500/-નો દંડ કરવામાં આવેલ છે.