કોરોના દર્દી માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય RT-PCR “ન” હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ શકાશે.

0
529

રાજય સરકારનો મોટો નિર્ણય: RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટના આધારે સરકારી હોસ્પિટલમાં દાખલ થઈ શકાશે.

ગાંધીનગર: રાજ્યમાં જ્યારે કોરોના મહામારીના કહેર વ્યાપી રહ્યો છે ત્યારે કેન્દ્રની સાથે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઇ છે. આજે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો.

જેમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શ અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં મહત્ત્વનાં બે નિર્ણયો લેવામાં આવ્યા છે.

હવે કોરોનાના દર્દી પાસે આરટીપીસીઆરનો રિપોર્ટ નહીં હોય તો સિટી સ્કેનના રિપોર્ટનાં આધારે પણ દાખલ કરી શકાશે. આ સાથે અન્ય નિર્ણય લેવાયો છે કે, રેમડેસિવીર ઇન્જેક્શનો માટે પ્રોટોકોલ પણ તૈયાર કરવામાં આવશે.

આ બેઠકમાં ઓક્સિજનના કુલ ઉત્પાદન સામે વપરાશ વધારે હોવાની વાત પણ ચર્ચાઇ હતી. આ સાથે રેમડેસિવીરની અછત અંગે પણ ચર્ચા થઇ હતી. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવશે.

નોંધનીય છે, કે આરટીપીસીઆરનો રિપોર્ટ આવતા એકથી બે દિવસનો સમય લાગી રહ્યો છે. ત્યારે જો સિટી સ્કેનનો રિપોર્ટમાં ગંભીરતા જણાતી હોય તો તેના આધારે પણ દર્દીને સારવાર આપી શકાશે. જેના કારણે દર્દીની સારવારમાં થોડું પણ મોડું ન થાય અને સારવાર શરૂ થઇ જાય.