Home Gujarat કોરોનામાં રૂપિયા કાઇ કામ નથી આવતા ભાઇ.. કહી….બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો...

કોરોનામાં રૂપિયા કાઇ કામ નથી આવતા ભાઇ.. કહી….બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો થયો વાયરલ.

0

કોરોનામાં રૂપિયા કાઇ કામ નથી આવતા ભાઇ.. કહી….બ્રિજ પરથી નોટો ઉડાવીને આપઘાતનો પ્રયાસ, વીડિયો થયો વાયરલ.

ભરૂચ: કોરોના કાળમાં ફક્ત શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળી રહી છે. આવા અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. શરૂઆતમાં જ્યારે દેશમાં કોરનાનો પ્રવેશ થયો હતો ત્યારે કહેવામાં આવતું કે કોરોના નહીં પરંતુ તેના ડરને કારણે અનેક લોકો સજા નથી થઈ રહ્યા. આ દરમિયાન ભરૂચના અંકલેશ્વર ખાતેથી એક એવો બનાવ સામે આવ્યો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો.

આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી.

આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. ’કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ પરથી નોટો ઉડાવી હતી. નોટો ઉડાવ્યા બાદ વ્યક્તિએ બ્રિજની રેલિંગ કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે હાજર લોકોએ તેને બચાવી લીધો હતો.

આ અંગેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જેવા દેખાતો વ્યક્તિ બ્રિજની રેલિંગ કૂદીને એક પાળી પર ઊભો છે. આ સમયે નીચે પણ લોકો જોવા મળી રહ્યા છે. બેથી ત્રણ વ્યક્તિઓએ વૃદ્ધને પકડી રાખ્યા છે. આ દરમિયાન વૃદ્ધ તેના હાથમાં રહેલી એક થેલીમાંથી નોટો ઊડાવી રહ્યા છે. વીડિયો જોઈને એવું લાગે છે કે વૃદ્ધ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવવા માંગે છે. જોકે, ઉપર ઊભેલા અન્ય લોકોએ તેમને પકડી રાખ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version