કનસુમરામાં કેમિકલયુક્ત પાણીના તલાવડા ગ્રામજનોમાં રોષ
શહેર નજીક આવેલ કનસુમરા માં ઔદ્યોગિક એકમનો દૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરતા ત્યાં કેમિકલયુક્ત દૂષિત પાણીના તલાવડા બની ગયા છે. જ્યારે આ વિસ્તારના પાણીના તળ ખરાબ થઈ જતા લોકોમાં રોષ છે અને તંત્ર પાસે કડક પગલાં ભરવાની માંગ કરાઇ છે.
જામનગર શહેરના કનસુમરા ગામ માં વિશ્વનાથ ઇન્ડસ્ટ્રીયલ આવેલ છે કેમિકલયુક્ત પાણીના નિકાલની જગ્યાએ જાહેરમાં છોડી દેવામાં આવે છે પરિણામે દૂષિત પાણીના ઠેરઠેર તલાવડા બની ગયા છે.
જેના કારણે કનસુમરા ગામ આજુબાજુ લીલા કેમિકલયુક્ત પાણીના તળાવ બની ગયા છે અને જમીનના તર દુષિત થઈ ગયા છે પરીણામે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અવાર નવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ વિભાગ આ અંગે કોઇ પગલાં લેતું નથી જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય તેવી સંભાવના દર્શાવામાં આવી રહી છે.